________________
ચઉદ સ્વપ્નો રે દેખે, ત્રિશલા માતા હર્ષ વિશેષ, સ્વપનાં પતિને રે સુણાવે, પુત્ર હોશે એમ પતિ સમજાવે. મ. ૩ જોશી સ્વપ્નોનાં ફલ ભાખે, તીર્થકર વા ચક્રી થાશે, ત્રિશલા આનન્દ ઉભરાણી, બુદ્ધિસાગર હર્ષ ભરાણી. મ. ૪
બીજો વધાવો મહાવીર જન્મ શ્રાવણ વરસે રે સુજની. એ રાગ ભારત દેશે રે સ્વામી, મહાવીર જમ્યા ગુણ વિશ્રામી, ત્રણ ભુવનના રે દેવા, ચઉસઠ ઈન્દો સુર કરે સેવા. ભારત. ૧ અનુપમ લીલાએ ગાત્રે, ચૈત્ર સુદિ તેરસની રાત્રે, સુરપતિ ઉત્સવ રે કરતા, મેરૂપર જિનવરને ધરતા. ભારત. ૨ સ્નાન કરાવે રે પ્રેમ, ભક્તિએ નિજ કલ્પને તેમ, પગ અંગુઠે રે દબાવી, કંપાવી મેરૂ સમભાવી. ભારત. ૩ ઇન્દ્ર સંશયને ભાગ્યો, અનંત શક્તિ મહિમા જાગ્યો, માતા પાસે રે લાવે,પ્રભુ નમાવી સ્વર્ગે જાવે. ભારત. ૪ ઉત્સવ મહોત્સવ રે થાવે, વર્ધમાન પ્રભુ નામને ઠાવે, અનુક્રમ મોટા રે થાવે, યૌવનવય યશોદા પરણાવે. ભારત. ૫ ભોગો ભોગવતાં અભોગી, જલ પંકજવતું નિર્મલ યોગી, બુદ્ધિસાગર રે દીક્ષા, લેવાની મનમાં થઈ ઈચ્છા. ભારત. ૬
દીક્ષા કલ્યાણક ત્રીજો વધાવો માલણ ગુંથી લાવ ગુણીયલ ગજરો એ. રાગ. થયા મહાવીર દેવ વૈરાગી, વિરતિ પરિણામે ત્યાગી, શુદ્ધભાવના ઘટમાં જાગી. થયા. ૧
૨૬૨
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org