________________
नारकाऽपि मोदन्ते यस्य कल्याण पर्वसु पवित्रं तस्य चारित्रं, વો વા વયિતું ક્ષ છે ? |
જે ભગવાનના કલ્યાણકથી નારકીના જીવો પણ અપૂર્વ આલાદ અનુભવે છે એવા ભગવાનના જીવનચરિત્રનું વર્ણન કરવા કોણ સમર્થ છે ?
ભગવાનનું જીવન ચરિત્ર અવર્ણનીય છે. એમનો મહિમા અપરંપાર છે. એવા ભગવાનના પાંચ કલ્યાણકની રચના વધારાનો વિષય છે. “વધાવા” કાવ્યનો વિચાર કરતાં પૂર્વે કેટલાક કવિઓએ પંચકલ્યાણકના સ્તવનની રચના કરી છે તેની સાથે સામ્ય ધરાવે છે. પંચકલ્યાણકના સ્તવનમાં ભગવાનના જીવનનું કલ્યાણકના સંદર્ભમાં કાવ્યમાં વર્ણન કરવામાં આવે છે. એટલે શીર્ષક ભિન્ન છે પણ વિષયવસ્તુમાં કોઈ ભેદ નથી. એકમાં “સ્તવન શબ્દપ્રયોગ થયો છે. સ્તવન એટલે ભગવાનની સ્તુતિ મહિમા-ગુણગાન કરતી કાવ્યરચના.
જ્યારે વધાવામાં “વધાવા” શબ્દ દ્વારા ભગવાનના કલ્યાણકના પ્રસંગો એ સર્વસાધારણ જનતાને માટે શુભ સમાચાર વધાવારૂપે છે. ગર્ભિત રીતે તેમાં પણ કલ્યાણકના પ્રસંગનું વર્ણન છે. ભક્તિનો એક પ્રકાર તરીકે આ પ્રકારની રચના મહત્ત્વની કહેવાય છે. વધાવા-૨
“વધાવવું” એ ક્રિયાપદ છે. ભગવાનના કલ્યાણક ઉપરાંત પૂ. સાધુ ભગવંતોના નગર પ્રવેશ - સામૈયામાં એમને સન્માનપૂર્વક વધાવવામાં આવે છે.
પ્રાચીનકાળમાં તીર્થકર ભગવાન દીક્ષા અવસ્થામાં એક નગરથી બીજા નગરમાં વિહાર કરીને જ્યારે પધારે છે ત્યારે તેઓ નગર કે ગામ બહાર આવે છે.
વધાવા
૨૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org