________________
બંધનો વધતાં આત્મા કર્મોથી લપાઈને ભારે બનતાં સંસારસાગરમાં તળિયે જઈને બેસે છે. પછી કિનારે આવવા માટે શું કરવું પડે ?
આવી સ્થિતિ સર્જાય ત્યાર પહેલાં આત્મા ચેતી જાય. જ્ઞાનદશા જાગૃત થાય તો કિનારે આવીને ડૂબી જાય નહિ. ડૂબવુ છે કે પાર ઉતરવું છે એ આત્માની પોતાની શક્તિની વાત છે. આત્માએ અનંતવાર પૌદ્ગલિક સુખ મેળવવા માટે જન્મ-મરણ કર્યા છે અને હવે માનવ જન્મ મળ્યો છે તો તેમાંથી મુક્ત થઈને શાશ્વત અવિચળ, નિરાબાધ, અવ્યાબાધ, સિદ્ધાવસ્થાની સ્થિતિનું સુખ મળે તે માટેનો પુરૂષાર્થ એ જ મનુષ્યનું ઉત્તમોત્તમ કર્તવ્ય અને રાજમાર્ગનું અનુસરણ લેખાશે.
ભૌતિક સુખ પ્રાપ્ત કરવામાં જે જે વર્ષો જાય છે તેનાથી આત્માનું શાશ્વત સુખ અનેક યોજન દૂર ભાગે છે. જો આવી સ્થિતિ હોય તો શા માટે જાગૃત થઈને સાચા સુખનો પુરૂષાર્થ કેમ ન આદરવો જોઈએ. સુખનું સામ્રાજ્ય જ્ઞાનીઓએ દર્શાવ્યું છે. તેનો માર્ગ કર્મની નિર્જરા, અશુભ આશ્રવોનો ત્યાગ, શુભ આશ્રોનું આગમન, પુણ્ય-પાપનો સર્વથા ત્યાગ, પુણ્ય સોનાની બેડી છે. પાપ લોખંડની બેડી છે. પણ આત્મા તેનાથી બંધાયેલો તો છે જ માટે તેનાથી પણ મુક્ત થવાનું છે. એટલે આ રાજમાર્ગનું અનુસરણ આત્માને શાશ્વત સુખ તરફ ગતિ કરાવશે.
પૌગલિક સુખથી અધોગતિ જ છે એમ માનીને અનાસક્ત ભાવથી શક્ય તેટલા શાશ્વત સુખના પ્રયત્નો જ મનુષ્યની સાચી જીવન દિશા-ગતિ છે. રાજચંદ્રના શબ્દોનું ચિંતન કરતાં સત્ય સમજાય છે. ભ્રમ ભાગે છે. “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ લહો”નું ચિંતન અને મનન આત્માને શાંતિના સામ્રાજયમાં લીન કરશે.
સુખ પ્રાપ્ત કરતાં.
૨૫૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org