________________
સુખ પ્રાપ્ત કરતાં...
વિશ્વના પ્રત્યેક જીવો સુખની આશામાં જીવન વિતાવે છે. સુખ વિશે વિવિધ પ્રકારની વિચારસરણી પ્રવર્તે છે. પણ સાચા અર્થમાં સુખ પ્રાપ્ત થતું નથી. સુખની કોઈ એક સર્વસામાન્ય વ્યાખ્યા નથી. પ્રત્યેક જીવાત્મા પોતે જે જે ઈચ્છે છે તે પ્રાપ્ત થાય તેને સુખ માને છે. માનવીની ઈચ્છાઓની પૂર્તિ થાય અને પરિવાર તેમજ અન્ય સંબંધોમાં પોતાના વિચારો આજ્ઞા કે હુકમ પ્રમાણે લોકો વર્તે તેને પણ સુખ કહેવાય છે. જ્ઞાનીઓ આ સંસાર વિશે પંચસૂત્રના પહેલા અધ્યાયમાં જણાવે છે કે “જે એવાઈફખંતિ ઈહ ખલુ અણાઈજીવે, અણાઈ જીવસ ભવે, અણાઈ કમ્મસંજોગ નિવિત્તએ, દુઃખ વે, દુઃખ ફલે,દુઃખાણ બંધ.
વિતરાગ પરમાત્મા આ પ્રમાણે કહે છે કે આ સંસારમાં જીવ અનાદિથી છે. જીવના ભવો પણ અનાદિ છે. અનાદિકાળથી જીવ કર્મના સંયોગથી જોડાયેલો છે. સંસાર દુઃખ રૂપ છે. સંસારમાં કર્મજન્મ દુઃખ ભોગવવાનાં છે. એટલે પાપનું ફળ ભોગવવાનું છે. અને દુઃખમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બીજાં ઘણાં કર્મો બંધાય છે. આવા સંસારમાં સુખની કલ્પના એ આકાશ કુસુમ સમાન છે. પુષ્યાત્ સુવમ્ - પાપાત્ તુમ્ પુણ્યથી સુખ મળે છે. પાપથી દુઃખ
સુખ પ્રાપ્ત કરતાં...
૨૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org