________________
માનવ જાતનો એક મહત્ત્વનો ગુણ વિવેક છે. વિવેકને આધારે શું કરવું? શું ન કરવું? તેનો સુજ્ઞ આત્માઓ નિર્ણય કરીને જીવનમાં વર્તે છે. ૩ર ગાથાની આ રચના હોવાથી બત્રીશી નામ આપવામાં આવ્યું છે. ઉપદેશની સંક્ષિપ્ત માહિતી નીચે પ્રમાણે છે.
ગુરુ જંગમ તીર્થ ગણાય છે એમની ભક્તિ-ઉપદેશથી જીવો સુખી થાય છે. ગુરુ આગમવાણી સંભળાવે છે. ગરીબ વર્ગને અને સુપાત્ર દાન આપવું. પાંચ મહાવ્રતનું પાલન કરવું. (સંયમ) મનની સ્થિરતા કેળવવી. જિનધર્મની આરાધના કરવી. કુમતિનો ત્યાગ કરીને સુમતિ રાખવી. ઉપશમ ભાવનું અનુસરણ કરવું, કષાય અને રાગદ્વેષનો ત્યાગ કરવો. ઇન્દ્રિયોના વિષયોનું નિયંત્રણ કરવું, સમતિ દષ્ટિ રાખી વ્રત ધારણ કરવાં, સદ્ગુરુના ઉપદેશરૂપી દર્પણમાં જોવાથી સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે. સમોવસરણમાં બિરાજમાન પ્રભુએ આ ઉપદેશ આપ્યો છે તે ગુરુ પાસેથી સાંભળવો અને આચરવો.
આ સારભૂત વિચારો વિવેક બત્રીશીની કૃતિમાંથી પ્રાપ્ત થાય છે. વિવેકીજનો આ ઉપદેશ જાણીને આત્માનું કલ્યાણ કરે એવી શુભ ભાવના વ્યક્ત થઈ છે. વિવેકબત્રીશી
સુગુરૂ ન સેવિઉં, જંગમતિત્ય સુણિી ન આગમવયણ મહત્યુ ! કોવિ ન પાવિલે પરમ પત્યુ, હા હા જેમુગયઉ અwત્યુ. (૧)
ઘરિઉ ન પંચમહત્વયભાર, દાણ ન દિન સુપાત્તહિં સાર નવિ પવઈઅઉ નવિ અગિહત્ય, હા હા જેમ ગયઉ અકયત્થ. (૨)
ચઉવિત દાણ ન દિg સસત્તિ, શીલન પાલિઉં પરમપત્તિ તવન તવિઉ નહુ ભાવણ ભાવિ, પુહવિ હિભાર કહેવા આવિએ. (૩)
વિવેક બત્રીશી
.
૨૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org