________________
ઘણા ગામોમાં-સંઘમાં, દેરાસરમાં સમૂહમાં મંગલ પ્રભાતે ભક્તામર સ્તોત્રથી પ્રભુ ભક્તિ કરીને ભાવિક ભક્તો ભક્તિમાં તલ્લીનતાવાળા બને છે. પૂજ્યશ્રીજીએ ભક્તામર પૂજનનું સંકલન કર્યું છે. આ ભક્તામર પૂજન પ્રથમ શાંતિનગર અમદાવાદમાં ભણાવવામાં આવ્યું હતું. એક સાધ્વીજી મ.સા.ના બન્ને પગ અટકી ગયા હતા અને બન્ને પગની નસો સુકાઈ ગઈ હતી. આ ભક્તામરના પૂજન વખતે ભક્તામર સ્તોત્રના પ્રભાવથી ચમત્કારી રીતે નવચેતનાને પામી. અને બન્ને પગે સંપૂર્ણ સારું થઈ ગયું હતું. ત્યારથી દરરોજ ૨૦ કિ.મી.નો વિહાર કરી શકે છે.
પૂજ્યશ્રીએ માદરે વતન છાણીમાં ચાતુર્માસ ૨૦૧૩ પૂજ્યશ્રી સાથે કર્યું. માતાની પરમ સમાધિ થાય તે રીતે માતાને અંત સમય સુધી શ્રાવિકાના ઉપાશ્રયમાં નમસ્કાર મહામંત્ર સંભળાવીને આરાધના કરાવી હતી. માતાને પરમ સમાધિ પ્રાપ્ત કરાવી હતી. પૂજ્યશ્રીએ ગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની સાથે રહીને દ્વાદશાર નયચક્ર ગ્રંથનું સંપાદન કાર્ય કરવા સફળ બન્યા હતાં અને સંસ્કૃતમાં સુંદર પ્રસ્તાવના લખી છે. તથા બીજા આગમોનું સંપાદન તથા પ્રસ્તાવનાઓ લખી છે.
ગુજરાતીમાં તત્ત્વાર્થસૂત્રના પાંચમાં અધ્યયનનું વિસ્તારથી વિવેચન લખ્યું છે. તે અધ્યયન ન્યાયથી ભરેલું છે. લોગસ્સસૂત્ર સ્વાધ્યાય પુસ્તકનું સંપાદન કર્યું છે. પૂજ્યશ્રીજીની નિશ્રામાં અંજનશલાકા - પ્રતિષ્ઠા - જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ - ઉપધાન તપ - શાશ્વતી ઓળીની આરાધના - દીક્ષા - પદવી દાન સમારોહ છ'રી પાલીત યાત્રા જેવા સુકૃતો સ્વ-પરના કલ્યાણાર્થે થયાં હતાં... શાસન પ્રભાવના કાર્યોની ભૂરિ-ભૂરિ અનુમોદના કરીએ...
પૂજ્યશ્રીની પ્રેરણાથી ભરૂચ તીર્થનો તીર્થોદ્ધાર થયો... ભરૂચ તીર્થમાં જિનાલયનું નિર્માણ થયું છે તથા વિશ્વમાં સહુ પ્રથમ શકુનિકા
૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org