________________
૨૩
વિજ્ઞપ્તિ પત્ર પૂ. ધર્મસૂરીશ્વરજીને વિજ્ઞપ્તિ પત્રના અનુસંધાનમાં કેટલીક વિગતો જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ-૪માંથી મળી છે તે પ્રગટ કરવામાં આવી છે. જિનાલયની પ્રતિષ્ઠા, આચાર્ય પદવી અને કાળધર્મ જેવી માહિતી તેમાંથી મળે છે. ભટ્ટારક વિજયધર્મસૂરિ
તેઓશ્રીનો જન્મ મેવાડના રૂપનગરમાં ઓશવાલ પ્રેમચંદ સુરાણીની પત્ની પાટમની કુક્ષિએ થયો હતો. સં. ૧૮૦૩ના માગશર સુદ પાંચમે ઉદયપુરમાં ભટ્ટા) વિજયદયાસૂરિએ તેમને આચાર્યપદ પ્રદાન કરી વિજયધર્મસૂરિ નામથી જાહેર કર્યા હતા. સં. ૧૮૦૯માં મારવાડના કછોલી ગામમાં તેમને ગચ્છના નાયકપદે સ્થાપવામાં આવ્યા.
ભટ્ટાવિજયધર્મસૂરિએ ભુજના અધિપતિના અન્યાય મટાડીને, તેને મદ્ય-માંસનો ત્યાગ કરાવી, જિનમાર્ગનો અનુયાયી બનાવ્યો હતો.
ભટ્ટા, વિજયધર્મસૂરિએ સં. ૧૮૨રના જેઠ સુદ-૧૧ને બુધવારે તારંગા તીર્થમાં કોટિશિલાની દેરીમાં ભ૦ આદિનાથની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી હતી. (ભાગ-૪, આવૃત્તિ પ્રથમ, પ્રક. ૬૬, પૃ. ૩૮૯)
જ્ઞાનતીર્થની યાત્રા
૨૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org