________________
સ્થંભ સમાન છે. ધર્મનાં મૂલ્યો કપોલ કલ્પિત નથી પણ તપ-ત્યાગસાધના અને જ્ઞાનથી પ્રાપ્ત કરીને સંતો-મહાત્માઓએ માનવોના કલ્યાણ માટે ઉપદેશરૂપે ધર્મમાં દર્શાવ્યાં છે. આ મૂલ્યોનું ચિંતનમનન અને આચરણ જીવનની સમસ્યાઓના સમાધાન માટે રાજમાર્ગ સમાન છે.
અહિંસા પરમો ધર્મ : અહિંસાનો સિદ્ધાંત વિશ્વવ્યાપી બનાવવો જોઈએ. મનુષ્ય અને પ્રાણીઓ સિવાય જ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના વનસ્પતિકાય, વાયુકાય, અપકાય વગેરેમાં જીવસૃષ્ટિ છે તેનું રક્ષણ-જયણા કરીને જીવન જીવવાનો માર્ગ ભગવતે દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મ દ્વારા પ્રતિપાદન કર્યો છે.
જીવહિંસા ન થાય, જીવોનું રક્ષણ થાય એવી ભાવના કેળવવી જોઈએ. “જીવો અને જીવવાદોનો મંત્ર ચરિતાર્થ કરવો જોઈએ, રાત્રિ ભોજન ત્યાગ કરવો જોઈએ. માંસાહારનો ત્યાગ કરીને શાકાહારી જીવનશૈલી અપનાવવી જોઈએ. શાકાહારી જીવનશૈલીથી માનવીની સાત્વિકવૃત્તિઓના પોષણની સાથે માનસિક અને શારીરિક સ્વસ્થતા પણ વધુ તેજસ્વી બને છે. સમસ્યાઓના મૂળમાં રાજસી અને તામસી પ્રકૃતિ છે તેનો નાશ કરવો જોઈએ. તે માટે ધર્મના સિદ્ધાંતોનું અનુસરણ આવશ્યક છે. અઢાર પાપસ્થાનકમાં અહિંસાધર્મ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષનો સમાવેશ થયો છે. આ દુવૃત્તિઓ પર નિયંત્રણ માટે પ્રયત્ન કરવો જોઈએ. તો જ સાત્ત્વિક્તા વૃદ્ધિ પામશે. વ્રત-નિયમ-તપ-ત્યાગ પ્રધાન વિચારોનું જીવનમાં અનુસરણ કરવાથી સમસ્યાઓનું સમાધાન થાય છે.
અહિંસા ધર્મ જીવોને ભયમુક્ત કરીને શાંતિથી જીવન જીવવા માટે પ્રેરક બને છે. ભગવાનના વિશેષણોનો નમુત્થણે સૂટમાં ઉલ્લેખ થયો છે. તેમાં અભયદયાણે ભગવાન વિશ્વના જીવોને ભયમુક્ત કરે ૨૧૮
શાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org