________________
કરતાં પણ ઉત્તમોત્તમ કક્ષાના સર્વ જગતના પ્રાણીઓના રોગોનો નાશ કરનારા છે. એલોપથીમાં સ્પેશ્યાલીસ્ટ ડૉક્ટરોની હારમાળા કામ કરે છે જ્યારે ભગવાન સર્વરોગ નિદાન કરે છે. ભગવાનને ભવ-વૈદ્ય કહેવામાં આવે છે તે યથાર્થ છે. ડૉક્ટર કે વૈદ્ય શરીરની પીડા દૂર કરે છે. જ્યારે ભગવાન તો જન્મ-જરા-વ્યાધિનો સર્વથા નાશ કરે છે. સંસારમાં પરિભ્રમણરૂપ નરક તિર્યંચ અને મનુષ્ય ગતિનાં દુઃખોની વેદનાનો નાશ કરનારા છે.
વૈદ્ય અને ડૉક્ટર ધનનો વ્યય કરાવે છે. યમરાજ તો માત્ર પ્રાણ લે છે જ્યારે ભગવાન જેવાં વૈદ્ય પ્રાણ લેતા નથી. ધન લેતા નથી, પણ રોગ મુક્ત થવાનો સન્માર્ગ દશવિ છે. એટલે ધર્મ પુરૂષાર્થ દ્વારા મોક્ષ પુરૂષાર્થની સાધનાનું રામબાણ ઔષધ ભવભ્રમણના અનાદિના રોગનો નાશ કરે છે. ભગવાને કર્મસત્તા, માર્ગાનુસારીપણું, સર્વવિરતિ અને દેશવિરતિ ધર્મ, દાન-શીલ-તપ અને ભાવધર્મ, નવપદ નવકારમંત્ર, સરાગસંયમ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, ક્રિયાયોગ જેવા માર્ગોનું પ્રતિપાદન કર્યું છે. ધર્મરૂપી ઔષધ અનુભવસિદ્ધ છે. તેમાં શ્રદ્ધા અને કર્તવ્યપરાયણતા, આચારનું પાલન રોગથી મુક્ત કરાવવાની જડીબુટ્ટી સમાન શક્તિ સંપન્ન છે.
જિનશાસનની પ્રાપ્તિ એ આત્માના આરોગ્યની વૃદ્ધિ માટે અનિવાર્ય છે. જિનશાસન આલોક-પરલોકમાં આરોગ્યવર્ધક છે. તેના સેવનથી ભવભ્રમણની સંખ્યા ઘટે છે અને આત્મા શાશ્વત સુખ પ્રાપ્ત કરે છે. સંસારના વૈદ્યને નમસ્કાર કરવા કરતાં ભવ-વૈદ્ય એવા તીર્થંકરને નમસ્કાર-પૂજન-ભક્તિ-ઉપાસના એમની આજ્ઞાપાલનસમતિ-વિનય આદિ ઔષધોનું સેવન કરવું એજ આત્મા માટે શ્રેયસ્કર માર્ગ છે.
– ડૉ. કવીન શાહ
૨૧૬
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org