________________
| શ્રી ગુરૂ વિક્રમસૂરીભ્યો નમો નમઃ | શ્રી ગુરૂદેવ આચાર્યદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સાનો
' મિતાક્ષરી પરિચય...
જિનશાસનના બહુશ્રુત ગીતાર્થ તીર્થ પ્રભાવક આચાર્યશ્રી વિક્રમસૂરિ મ.સા.ની જન્મભૂમિ વડોદરા જિલ્લાનું છાણી ગામ છે. છાણી ગામની પુણ્યવંતી ભૂમિમાંથી ઘણા સાધુ-સાધ્વીજી દીક્ષિત થયા છે. એવી ભૂમિના એક પનોતા પુત્ર આચાર્ય વિક્રમસૂરિ મ.સા.નો જન્મ સંવત ૧૯૭રના જેઠ સુદ પાંચમના થયો હતો. પિતાનું નામ છોટાલાલ ચોક્સી અને તેમની માતાનું નામ પસન્નબેન હતું. તેમના માતા-પિતાએ બાલુ નામ પાડ્યું હતું.
પૂર્વ જન્મના પુણ્યોદયે દીક્ષાની શુભ-ભાવનાથી માતાની સંમતિથી પૂજય પિતાશ્રી છોટાલાલભાઈની સાથે બાબુએ સંવત ૧૯૮૬માં જેઠ સુદ-૩ના રોજ ચાણસ્મા ગામમાં પૂ.આ.ભ. લબ્ધિસૂરીશ્વરજી મ.સા. પાસે દીક્ષા અંગીકાર કરી. પિતા છોટાલાલભાઈ – મુક્તિવિજય મ.સા.ના નામથી... તેમજ બાબુ - વિક્રમવિજય મ.સા.ના નામથી મોક્ષમાર્ગના યાત્રી બન્યા. તેમની પહેલા વિક્રમવિજય મ.સા.ના વડિલબંધુ નગીનભાઈએ ૧૯૮૨માં સૂરતમાં કા.વ.-૬ના પૂ.આ.ભ. કમલસૂરીશ્વરજી મ.સા.ના હાથે દીક્ષા લીધી હતી અને પૂ.આ.ભ.લબ્ધિસૂરિ મ.સા.ના શિષ્ય બન્યા હતા. ગુરૂદેવની નિશ્રામાં આજીવન રહીને સંસ્કૃત-પ્રાકૃત-વ્યાકરણ
૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org