________________
પ્રભુના ગુણગાન ગાવાથી સર્વ કર્મ દૂર થાય છે. માટે પ્રભુ મહાવીરને દિલમાં-અંતરમાં ધ્યાન ધરીને સ્થાન આપવું. પ્રભુ મહાવીરની બીજી ગરબીમાં પણ ભક્તિની સાથે ઉપદેશાત્મક વિચારો વ્યક્ત થયા છે.
પ્રભુ મહાવીર ભજો ભાવે, કુમતિ ટળે સુમતિ આવે. આતમ નિર્લેપ ઝટ થાય.”
કવિ જણાવે છે કે મહાવીરનું શરણ સ્વીકારવાથી મરણ દૂર થાય છે. હૃદયમાં અમૃતનું નિઝર પ્રગટે છે. એમની ભક્તિથી નરનારીઓ શિવપુર સિધાય છે.
કવિએ મત-મતાંતરનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે – “તર્ક-વિવાદો સહુ ઇંડો, મહાવીરથી રટને મંડો યાદ કરી વીરને વંદો.”
વીર વીરને જે રટતો તેનાં પાપ દૂર જશે અને આત્માનો ઉદ્ધાર થશે.
“કળિકાળે મહાવીર ભજો, મિથ્યા ખટપટ દૂર તજો.” ગરબીના અંતે કવિના શબ્દો છે - “મહાવીરનું સગપણ કીધું, અનુભવ અમૃતને પીધું બુદ્ધિસાગર મન સિદ્ધયું.” ત્રીજી ગરબીના આરંભની પંક્તિ નીચે પ્રમાણે છે – પ્રભુ મહાવીર વિભુજી સર્વાગે શોભી રહ્યા છો જેનો મહિમા જગમાં સઘળે અપરંપાર શક્તિ જેની છાજે સર્વ વિશ્વ આધાર, એવા વીર પ્રભુ તો વચને નહી જાવે કહ્યાંજો .
૧૯૮
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org