________________
પ્રકૃતિ - પ્રણય અને માનવ ચિત્તના ભાવોનું ભાવવાહી નિરૂપણ થયું છે. ત્યાર પછી રાજુલના વૈરાગ્ય અને સંયમનો ઉલ્લેખ કરીને મોક્ષ પ્રાપ્તિનો પરંપરાગત વિચાર વ્યક્ત થયો છે.
કવિના શબ્દો છે –
આ પીયુ ચાલ્યો ગિ૨ના૨, મુજને છોડીરે. આ શીવરમણીશું રંગ, પ્રીત ઈણે જોડી૨. આ ખોટી જગમાંહે પ્રીત, જે નર કરશે રે થિર નહીં જગ માંહે કોય, સુકૃત હરજો રે ॥ ૨ ॥
પામી તે મન વૈરાગ સંયમ લીધું રે
આ રાજુલ સતી ગુણ જાણ, કારજ કીધું રે. ॥ ૩ ॥ અંતે કવિએ બારમાસાના રચના સમયની માહિતી આપી છે.
પોરબંદર ચોમાસા સંવત ૧૭૯૫માં હર્ષોલ્લાસ સાથે બારમાસાની રચના કરીને નેમ-રાજુલનાં ગુણગાન ગાયા છે.
કવિએ ચૈત્ર થી ફાગણ એમ બારમાસાનો ક્રમ દર્શાવીને રાજુલની મનોવ્યથાનું નિરૂપણ કર્યું છે.
અષાઢ માસ વિશે કવિની પંક્તિઓ જોઈએ તો -
અષાઢે તે વરસે મેહ, બાદલ છાયા રે. જળ જળ જબુકે વીજ, તુજ મહીં માયા રે. ॥ ૧ ॥
દેખ તે મંદિર સેજ વાલા ઘણું પૂરે રે
કોઈ મિલાવે ખંત, માહારા સંગ પૂરે રે. ॥ ૨ ॥
રાખ્યું ન રહે તન્ન, જેહવો રંગ પતંગ,
બારમાસા - કાવ્યોની સમીક્ષા
Jain Education International
આખર જાશે રે,
તિમ એ ધારો રે ॥ ૩ ॥
For Personal & Private Use Only
૧૬૯
www.jainelibrary.org