________________
જિનહર્ષની રચનામાં શ્રાવણ માસથી કાવ્યનો આરંભ કરીને અષાઢ માસના નિરૂપણ દ્વારા કાવ્ય પૂર્ણ થાય છે. આ કાવ્યની વિશેષતામાં અનેરું આકર્ષણ એ છે કે પ્રકૃતિ-પ્રણય અને માનવ જીવનના સંગમ દ્વારા કલાત્મક અભિવ્યક્તિ થઈ છે. પ્રકૃતિના વિવિધ ઋતુમાં પરિવર્તન પામતા અવનવા રંગોથી માનવ જીવન પર પણ તેનો પ્રભાવ પડે છે અને જીવનના અવનવા રંગોનું ચિત્રણ થતું નિહાળી શકાય છે.
સાંપ્રદાયિક સાહિત્યમાં બારમાસ કાવ્યો કલાત્મક અને કાવ્યની દષ્ટિએ ઊંચી ગુણવત્તા ધરાવે છે. તેમાં રહેલી પ્રકૃતિની ઉદ્દીપન વિભાવનાથી જીવનની રંગીનતાની એક ઝલક હૃદયસ્પર્શી બને છે.
પાર્શ્વનાથ બારમાસોની રચનામાં ૧૩ કડી છે. ૧૨ કડીમાં માસવાર રસિક અભિવ્યક્તિ દ્વારા પ્રણયની વિભાવનાનું નિરૂપણ થયું છે. ૧૩મી કડીમાં કાવ્ય પૂર્ણ થયું છે તેનો ઉલ્લેખ થયો છે.
વામા માતા પાર્શ્વનાથના વિરહની વેદનાને અનુભવે છે તેનો શ્રાવણ માસમાં ઉલ્લેખ થયો છે. શ્રાવણ માસમાં ઝરઝર મેઘ વર્ષે છે. વીજળીના ચમકારા ઝબકારા થાય છે. દેહમાં દાહજ્વર સમાન પીડાની અનુભૂતિ થાય છે અને માતાને પાર્શ્વનાથનું ચિત્તમાં વારંવાર સ્મરણ થાય છે પરિણામે વિરહની માત્રા પણ વૃદ્ધિ પામે છે. અહીં શ્રાવણ માસનો મેઘ-વીજળી જેવા પ્રકૃતિના શબ્દોનો પ્રયોગ વિરહને સાકાર કરે છે.
ભાદરવો ભરપુર કહેવાય છે. મુશળધાર વર્ષા થાય છે. મોરપપીતા-દર્દ શોર કરે છે. નદી-સરોવર પાણીથી છલકાય છે. ત્યારે પાર્શ્વકુમાર વારંવાર યાદ આવે છે.
આસો માસમાં સ્વાતિ નક્ષત્ર ચંદ્રની શીતળ ચાંદનીના ભૂમિકામાં વિરહ વધુ ગાઢ બને છે. ૧. દર્દર = દેડકાં
૧૫૪
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org