________________
મનુષ્ય અને પ્રાણીઓમાં હાસ્ય, રતિ, ભય, શોક, ક્રોધ, જુગુપ્સા, ઉત્સાહ, આશ્ચર્ય વગેરે લાગણીઓ રહેલી છે. આ લાગણીઓ ઉંમર વધતાં તેનું પ્રમાણ વધે છે અને તેનો અનુભવ પણ જીવન વિકાસમાં ઉપયોગી નીવડે છે. આ લાગણીઓના પ્રભાવથી રસ નિરૂપણ થાય છે. વિવિધ પ્રસંગોમાં લાગણીઓના કારણે પુણ્યપાપનો બંધ થાય છે.
રસશાસ્ત્રમાં સ્થાયી ભાવ અને સંચારી ભાવનો સમાવેશ થયો છે. સંચારી ભાવો ક્ષણિક ઉભવે છે અને શાંત થઈ જાય છે. સ્થાયીભાવ સ્થિર રહે છે. રસની ઉત્પત્તિમાં આ ભાવો મહત્ત્વના છે. વિભાવ-અનુભાવ-સંસારી ભાવના સંયોગથી રસનિષ્પત્તિ થાય છે. શારીરિક ચેષ્ટાઓ એ અનુભાવ છે. ઉદ્દીપન એ વિભાવ છે.
૧૦૮ મણકાની માળા એ શાંતરસનું સાધન છે. પૂ.શ્રીના નવરસના વિચારો નીચે પ્રમાણે છે.
૧. શૃંગાર રસ : આ રસને “પ્રેમ” નામથી ઓળખવામાં આવે છે. યુવાવસ્થા અને વ્યવહાર જીવનમાં આ રસની અનુભૂતિ થાય છે. તેને “રતિ’ નામથી પણ ઓળખવામાં આવે છે. સંપત્તિ, પરિવાર આદિનો પ્રેમ તે શૃંગાર રસ છે. આ ભૌતિક શૃંગાર કરતાં અધિક શૃંગારરસ નવકાર મંત્રમાં છે. અરિહંતના બાર ગુણની વિચારણા, સમવસરણમાં બિરાજમાન અરિહંતપ્રભુ, બારપર્ષદા સમક્ષ પ્રભુની દિવ્યવાણી સ્વરૂપ દેશના વગેરેનો વિચાર એ શૃંગારરસ - મિલન શૃંગાર છે. વિપ્રલંભ શૃંગાર એટલે વિયોગ, ગ્લાનિ, દુઃખ, ચિત્તમાં ઉન્માદ જેવી સ્થિતિ વિયોગ શૃંગારમાં છે.
અત્યારે અરિહંત પ્રભુ સાક્ષાત નથી એમનો વિયોગ છે. ભગવંતનું આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષે ગયા. આ સ્થિતિનો વિચાર
૧૪૦
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org