________________
ત્રણ વર્ષના દુષ્કાળમાં જગડૂશાએ આ રીતે ધન-ધાન્યનો સાગર લહેરાવ્યો હતો. જગડૂશાના જીવનમાં ગુરુ તરીકે ગૌરવવંતુ સ્થાન પામેલા “પરમદેવસૂરિ હતા શત્રુંજય અને ગિરનારની યાત્રા કરીને રોજ દાનનો પ્રવાહ વહેતો કર્યો હતો.
જગડૂશાહે સંઘ યાત્રામાં દરેક સ્થળે દાનનો પ્રવાહ વહેતો રાખ્યો. સાધુ-સાધ્વીજીઓની ભક્તિ કરી અને અન્ન-પાત્ર આદિનું પણ દાન કર્યું હતું. - ભદ્રેશ્વરના મંદિરમાં સોનાનો કળશ અને સુવર્ણનો દંડ બનાવ્યો હતો. વિર પરમાત્માની મૂર્તિની સ્થાપના કરી હતી. પોતાની પુત્રીના આત્મશ્રેયાર્થે આરસપહાણનાં ત્રણ જિનમંદિર અને અષ્ટાપદના મંદિરનું નિર્માણ કર્યું હતું. ઉપરાંત ત્રિખંડ પાર્શ્વનાથ અને ૧૭૦ જિનપ્રતિમાનું નિર્માણ કર્યું હતું. કંથકોટમાં નેમિનાથના જિન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
કાઠિયાવાડના ઢાંક નગરમાં આદિનાથ જિનાલયની સ્થાપના કરી હતી.
વઢવાણમાં (વર્ધમાન) અષ્ટાપદના જિનમંદિરનું નિર્માણ કર્યું હતું. અહીં વવાણિયા પથ્થરની રચના કરેલી. વીરપરમાત્માની મૂર્તિ શાહી ઠાઠથી મહોત્સવ કરીને પધરાવી હતી.
શતવાટી નગરીમાં બાવન જિનાલયનું નિર્માણ કર્યું હતું. શત્રુંજય પહાડ ઉપર સાત દેહરીઓનું નિર્માણ કરાવ્યું હતું.
સુલક્ષપુર નજીક દેવકુલ નગરમાં શાંતિનાથ ભગવાનનું જિનમંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
ભદ્રેશ્વરપુરમાં એક પૌષધશાળા બનાવી હતી. શંખેશ્વર તીર્થમાં ગુરુ ભક્તિથી પ્રેરાઈને બે પગલાં “પિત્તળ વાળા મંદિરની રચના કરાવી હતી. જગqશાહનો કડખો
૧૩૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org