________________
કવિએ ચોપાઈ છંદની ર૬ કડીમાં જગડૂશાના જીવનની માહિતી આપી છે તેમાં એમની દાનધર્મની પ્રવૃત્તિને વિશેષ મહત્ત્વની દર્શાવી છે.
મધ્યકાલીન કાવ્ય પરંપરાનુસાર કાવ્યને અંતે રચના સમય વર્ષ, મહિનાની સાથે ગુરુ પરંપરા ઉપરાંત રચયિતા કવિનો પણ ઉલ્લેખ થયો છે.
સત્તર નભ ષટ શ્રાવણ માસ, એહ સંબંધ કરવો ઉલ્લાસ શાંતલપુર ચોમાસું રહી, શ્રાવક જનને આદરે કરી. | ૨ || (રચના સમય ૧૭૬૦) પંડિત માંહે પ્રવર પ્રધાન, વીર કુશલ ગુરુ પરમ નિધાન, સૌભાગ્ય કુશલ સદ્ગુરુ સુપસાય તાસ શિષ્ય કેશર ગુણ ગાય. / ર૬ ! જંબૂદ્વીપના દક્ષિણી ભરતના વિવિધ દેશોમાં કચ્છ આવેલો છે. “કચ્છ દેશમાં જગડૂ થયો, શ્રીમાલી કુલ દીવો કહ્યો.”
કંથા (કંથકોટ) નગર છોડીને સોળ નામનો શ્રેષ્ઠી ધન-સંપત્તિ કમાવા-વેપાર કરવા માટે કચ્છ દેશના ભદ્રેશ્વર નગરમાં આવીને રહેતો હતો. પૂર્વના પુણ્યોદયે શેઠે અઢળક સંપત્તિ મેળવીને દેશપરદેશમાં અમર કીર્તિ પ્રાપ્ત કરી હતી. ધંધા માટે પરદેશ વહાણ જતાં આવતાં ભાટ-ચારણ આદિને શેઠ દાન આપતા હતા. સંસાર સુખ ભોગવતાં પુત્રનો જન્મ થયો અને જગડૂ નામ પાડવામાં આવ્યું
જગડૂશાહનો કડખો
૧૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org