________________
સંવત અઢારે ગુણ ગુણ તીસેજી કોઈ મહા સુદ તેરસ જાણિયે કોઈ પુષ્ય નક્ષત્ર બલવાન યોગ આયુષ્યમાન્ આયોજી સુખદાયો વાર શુક્ર ભલો. કાંઈ જન્મ્યા હેમ સુજાણ સૈ. | ૪ |
પુત્ર જન્મથી પરિવારમાં અત્યંત આનંદનું વાતાવરણ સર્જાયું. બાલ્યાવસ્થામાં ભિક્ષુ ગુરુનો સંપર્ક થયો અને હેમ ધર્મના રંગે રંગાઈ ગયા. ૧૫ વર્ષની વયે નારીત્યાગનું વ્રત લીધું અને ભિક્ષુની સેવામાં સમય પસાર કર્યો. તેમના ચહેરા પરથી જ એમની બુદ્ધિની વિચક્ષણતા જાણી શકાતી હતી. મધુર કંઠ અને વાણીનો પ્રભાવ પણ હેમના વ્યક્તિત્વનું એક વિશિષ્ટ લક્ષણ હતું. ગુરુએ તેમને શ્રાવક ધર્મ સમજાવ્યો અને વ્રતોની ચર્ચા કરી. ધર્મમાં સ્થિર કર્યો. | હેમ શ્રાવક ધર્મનું ધીર-ગંભીર બનીને પાલન કરે છે પણ મનમાં મનોરથ તો “ચારિત્ર' દીક્ષા લેવાનો હતો. કવિ જણાવે છે કે -
ધીર પણે શ્રાવક ધર્મ પાળે હેમ શું હેત. ભાવે ચારિત્રની ભાવના, પરમ ગુરુ શું પ્રેમ / ૧ //
સંવત ૧૮૫૩માં ગુરુએ “સોજતમાં ચોમાસું કર્યું અને તેમના જીવનમાં સંયમના સંસ્કારો દઢ થયા. ભીખનજી ત્રષિ પાસે સંવત ૧૮૫૩ના મહા માસમાં પુષ્ય નક્ષત્રનો યોગ હતો ત્યારે દીક્ષા લીધી હતી. જન્મ અને દીક્ષા એમ બે પ્રસંગોમાં મહામાસ અને પુષ્ય નક્ષત્રનો સુયોગ પ્રાપ્ત થયો હતો.
માતા-પિતા પુત્રને પરણાવવા માટે સમજાવે છે પણ હેમકુમાર દીક્ષા સ્વીકાર કરવાના વિચારમાંથી ચલિત થતો નથી. અંતે પોતાની
૧૨૨
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org