________________
હેમ નવરસો
નવરસો સંજ્ઞાવાચક કૃતિઓ વિશેષતઃ નેમનાથ ભગવાન અને સ્થૂલિભદ્રના પ્રસંગોને કેન્દ્રમાં રાખીને રચાઈ છે. તેમાંથી મતવાળા ભીખમજીની પરંપરામાં રાયચંદજીના શિષ્ય જીતમલે હેમ નવરસોની રચના સંવત ૧૮૬૦માં કરી છે. આ કૃતિ ચરિત્રાત્મક છે એટલે શબ્દાર્થથી વિચારતાં સાહિત્યની નવરસોનો કોઈ સંદર્ભનથી. પણ જૈન સાહિત્યના ચરિત્રાત્મક કૃતિઓનું જ અનુસરણ થયું છે. વિવાહલો સ્વરૂપની કેટલીક કૃતિઓમાં દીક્ષા પ્રસંગનું વર્ણન હોય છે. તેવી રીતે આ નવરસોમાં હેમકુમારના જન્મથી દીક્ષા-આરાધના અને સ્વર્ગારોહણના વિવિધ પ્રસંગોનું હિન્દી ભાષામાં નિરૂપણ થયું છે.
જૈને વિશ્વભારતી - લાડનૂ (રાજ.)થી જિતમલ લિખિત હેમ નવરસોની કૃતિ પ્રાપ્ત થઈ છે.
હેમ નવરસોની હસ્તપ્રતનું લિપિકરણ કરીને તેનું સંપાદનકાર્ય શ્રુતપ્રેમી શ્રી મહાલચન્દ્ર બધેઈએ કર્યું છે. ત્યાર પછી ઓસવાલ પ્રેસ, કલકત્તા ૭ થી તેનું પ્રકાશન વીર નિર્વાણ સં. ૨૪૮૭ના રોજ થયું છે.
કવિએ નવ ઢાળમાં હેમકુમારના જીવનનું વર્ણન કર્યું છે. નવમી ઢાળમાં રચનાનો ઉદ્દેશ - સમય - સ્થળ અને કવિનું નામ વગેરે વિગતોનો ઉલ્લેખ થયો છે.
જ્ઞાનતીર્થની યાત્રા
૧૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org