________________
નેમ કહે સુણો ભાભી વાત, એ પ્રીછું હું સવિ અવદાત. નારી મોહે જે નર પડ્યા, સવિ નર કે તે રડવડયા | ૬ || ભોગ કરતાં હિંસા બહુ, નરનારી તમે સુણજો સહુ. બે ઇંદ્રિ પંચેદ્રિ જેહ, નવ નવ લાખ કહીને તેહ મનુષ્ય અસંખ્ય સમૃછિમ જાણો, ભોગ કરતાં તેહની હાણ. / ૧૪ .
નેમકુમારની પાસે ગોપી અને કૃષ્ણ આવે છે. વિવાહ માટે સમજાવે છે પણ નેમકુમાર મૌન રાખે છે. આ મૌનને સંમતિ સૂચક માનીને નેમકુમારના વિવાહનો પ્રસંગ યોજાય છે.
ઈસ્યા વચન કહે હરિની નારી. પાસે ઉભા દેવ મુરારિ. નેમ ન બોલ્યા મુખથી ફરી, માન્યું માન્યું કહે સુંદરી. | ર૭ ||
નેમકુમારના લગ્ન પ્રસંગનું શૃંગારરસમાં પરંપરાગત નિરૂપણ થયું છે. પ્રસંગને અનુરૂપ કવિઓએ રસિકતાનો પરિચય કરાવ્યો છે.
સ્વજન કુટુંબ સંતોષાય, મન. નેમ વધારયો વાન મન લાલ ખૂંપ ભર્યો શીર શોભલો, મન. મુખ ચાવે બહુપાન લાલ. કાને કુંડળ રયણમઈ, મન. કમર બાંધીરે કમાય લાલ. ચીર પીતાંબર પામરી, મન. કંઠે કુસુમનો હાર. લાલ.
૧૧૪
શાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org