________________
મોરબીના જ્ઞાન ભંડારમાંથી પ્રાપ્ત થયેલી હસ્તપ્રત વાંચીને મુનિ ધર્મવિજયજીએ જૈન કોન્ફરન્સ હેરોલ્ડના જુલાઈ-ઓગસ્ટ ઈ.સ. ૧૯૧૭ના અંકમાં પ્રકાશિત કરી હતી.
પૂ. મુનિશ્રીએ હસ્તપ્રતને અંતે નોંધ કરતાં આ કૃતિનો સમય સોળમી સદીની આસપાસનો જણાવ્યો છે. આ હસ્તપ્રત તૈયાર કરીને રાજકોટમાં યોજાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પ્રસ્તુત કરવામાં આવી હતી. (તા. ૧૪-૧૦-૨૦૦૯) મુનિ ધર્મવિજયજીએ “રંગસાગર નેમિફાગ' એ શીર્ષક આપ્યું છે. કર્તા તરીકે સોમસુંદરસૂરિના નામનો ઉલ્લેખ કર્યો છે. કૃતિમાં કર્તાનો કોઈ ઉલ્લેખ થયો નથી. મો. દ. દેસાઈએ જૈન ગૂર્જર કવિઓ ભાગ-૧માં જણાવ્યા પ્રમાણે તેના કર્તા રત્નમંડન ગણિ છે. તેઓ સોમસુંદરસૂરિની પરંપરામાં મંદિરત્નના શિષ્ય હતા. એટલે કર્તા સોમસુંદરસૂરિ નહિ પણ રત્નમંડન ગણિ છે.
આ નવરસ ફાગની ભાષા ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના મિશ્રણવાળી છે. પ્રથમ ખંડના મંગળાચરણમાં સંસ્કૃત શ્લોકનો પ્રયોગ કર્યો છે.
3ૐકાર પ્રણિધાય, પ્રાણિનાં ત્રાણુકારિણે તમાલ શ્યામલાં નાથ, શ્રી નેમિ સ્વામિને નમઃ
કવિએ “રાસક' શબ્દ પ્રયોગથી વસ્તુ વિભાજન કરીને જનમન-રંજન હેતુ રચના કરી છે. એમ જણાવ્યું છે. આ વિચાર કૃતિના અંતે સંસ્કૃત વાક્ય દ્વારા પણ પ્રગટ થયો છે.
સમર વિસારદ સકલ વિસારદ સારદમા પટદેવીરે ગાઈશું નેમિ જિણિંદ નિરંજન રંજન જગહું નમેવરે.
કૃતિને અંતે શબ્દો છે ઇતિશ્રી નેમિનાથસ્ય નવરસો નિધન ભવિકજને રંજન ફાગ સમાપ્તમિતિ |
૧૦૪
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org