________________
વિરહની અભિવ્યક્તિ કરી છે. કર્મવાદની વિચારધારાને અંતે રાજુલા નેમજી પાસે આવીને સંયમ સ્વીકારી આરાધના દ્વારા મોક્ષગમન કરે છે. તે પ્રસંગથી કાવ્યપૂર્ણ થાય છે.
કવિના શબ્દો છે - ઈમ કરતાં રાજુલ આવીયાં, મોરા હાલાજી. શ્રી નેમિશ્વરની પાસ, હાથ ન ઝાલ્યોજી, રૂપચંદ રંગે મળ્યા મારા વ્હાલાજી.. રાજુલ લીધો સંયમ ભાર, હાથ ન ઝાલ્યોજી. | ૭ | આજ્ઞા લઈ રાજુલ એકલી સાહેલડીયાં ગિરનાર ઉપર ગુફા માંહે જિનગુણ વેલડીયાં. વાટે જાતે વર્ષો થયો, સાહેલડીયાં. ભીંજાણા રાજુલનાં ચીર, જિનગુણ વેલડીયાં // ૧ //
કવિએ રહનેમિના ભોગસુખની માહિતી દર્શાવી છે રાજુલના શબ્દો છે -
સંયમરત્નને હારીયાં, સાહેલડીયાં. વળી કીધી વ્રતની ઘાત, જિનગુણ વેલડીયાં. રહનેમિ તવ બોલીયાં, સાહેલડીયાં માતા રાજિમતી ઉગાર, જિનગુણ વેલડીયાં // ૭ | પિયુ પહેલાં મુગતે ગયાં સાહેલડીધાં. રાજિમતી તેણીવાર, જિનગુણ વેલડીયાં. રૂપચંદ રંગે મળ્યા, સાહેલડીયાં. પ્રભુ ઉતારો ભવપાર, જિનગુણ વેલડીયાં | ૮ |
“મધુરેણ સમાપયે”નાં ન્યાયે પરંપરાગત રીતે રાજુલની મુક્તિનો ઉલ્લેખ કરીને નવ-રસોની રચના પૂર્ણ થાય છે.
૧૦૨
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org