________________
ચરમસીમા નિહાળી શકાય છે. સ્થૂલિભદ્ર કોશ્યાના પ્રલોભનથી
તમાં લીન રહે છે અને શીલવ્રતનો મહિમા દર્શાવતી વાણી દ્વારા કોશ્યાને વ્રતધારી શ્રાવિકા બનાવે છે.
કોશ્યાનું હૃદય પરિવર્તન એ સ્થૂલિભદ્રની શાંતરસ અને વૈરાગ્યસભર દાંતમય વાણીનો પ્રભાવ છે. આ પ્રસંગે સંવાદનું નિરૂપણ કૃતિને આકર્ષક અને રસિક બનાવવામાં સફળ નીવડે છે. એટલે ઉપરોક્ત વિગતોના સંદર્ભમાં નવરસો નામથી સિદ્ધ થાય છે.
સ્થૂલિભદ્ર નવરસો કૃતિ વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયના પુસ્તકાલયમાંથી પ્રાપ્ત થઈ છે. પ્રો. જશભાઈ કા. પટેલે આ હસ્તપ્રતનું સંશોધન કરીને પ્રગટ કરી છે. કવિએ આ રચના સં. ૧૭૫૯ના માગશર સુદ-૧૧ના રોજ ઉના ગામમાં કરી હતી.
કૃતિનો આરંભ આઠ દુહાથી થયો છે. તેમાં મુખ્યત્વે પિતાની હત્યા થયા પછી શ્રીયક સ્થૂલિભદ્રને વેશ્યાને ત્યાં તેડવા આવે છે તેની માહિતી પ્રાપ્ત થાય છે.
સુખસંપદાયક સદા, પાયક જાસ સુરિંદ. સાસણનાથ શીવગતિ, વાંદુવીર નિણંદ // ૧ / સેરીઉં બંધવ તિણ સમે, પામિ નૃપઆદેશ, સ્થૂલિભદ્રનિ તેડવા આવ્યો, મંદિર આવ્યો વેશ | ૭ |
દુહા પછી સ્થૂલિભદ્ર અને કોશાના જીવનના વિવિધ પ્રસંગોનું ગેય દેશીઓ રસ-ભાવ યુક્ત વર્ણન કર્યું છે. મધ્યકાલીન સમયમાં વસ્તુવિભાજન માટે “ઢાળ' શબ્દ પ્રયોગ વિશેષરૂપે પ્રયોજાતો હતો. અહીં કવિએ “સ્વાધ્યાય' શબ્દ પ્રયોગ કરીને વસ્તુવિભાજનનું સૂચન કર્યું છે. કુલ આઠ સ્વાધ્યાય અને અંતે ઢાળ દ્વારા કાવ્ય પૂર્ણ થાય છે. ૧. સરીઉં બંધવ = શ્રીયકભાઈ
સ્થૂલિભદ્ર નવરસો
૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org