________________
લેખોનો સંચય કરીને પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. જખડી, ચૂનડી, ગરબી, કડવો, નવરસો, જૈન ધર્મની દૃષ્ટિએ સ્ત્રીનાં રૂપક દ્વારા નિરૂપણ, ધૂવઉ, ચંદ્રાયણિ, ચોક, વિજ્ઞપ્તિપત્ર, ટબો, બાલાવરસ જેવાં અલ્પપરિચિત કાવ્યોની માહિતી દ્વારા જ્ઞાન માર્ગની વિસ્તાર પામેલી ક્ષિતિજનું દર્શન થાય છે. આ સિવાય સ્થૂલિભદ્ર, નેમનાથના જીવનના પ્રસંગોનું રસિક વાણીમાં નિરૂપણ થયેલી નવરસો” અને “બારમાસા' પ્રકારની કૃતિઓની સમીક્ષાત્મક નોંધ પ્રગટ કરીને જ્ઞાન, સાહિત્ય અને ધર્મ એમ ત્રણનો સુભગ સમન્વય સધાયો છે.
સાધુ કવિઓની જ્ઞાનોપાસનાની સાથે એમની કવિ પ્રતિભાની વિશિષ્ટતાનું પણ દર્શન થાય છે. જ્ઞાન તીર્થની યાત્રા એ જ્ઞાન અને ભક્તિ માર્ગની દ્રવ્ય અને ભાવથી યાત્રા કરવા માટે આત્માર્થીજનો શુભ નિમિત્ત રૂપે સ્વીકારવા જેવું છે.
ચાર પુરૂષાર્થમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. આ દરેકમાં પુરૂષાર્થ સમર્પણશીલ ભક્તિ અને સતત પરિશ્રમ અને ધીરજની આવશ્યકતા છે. આ રીતે પુરૂષાર્થ થાય તો અવશ્ય સત્ જ્ઞાનની દિવ્ય અનુભૂતિ થતાં આત્મા ત્યાગ-વૈરાગ્ય અને વિરતિ ધર્મમાં પ્રવૃત્ત થવા માટે સમર્થ બને છે.
જ્ઞાનતીર્થની યાત્રા પુસ્તકની પ્રસ્તાવનામાં ધર્મતીર્થ, સાધુતીર્થ, જ્ઞાનતીર્થ અને માતા-પિતા તીર્થ સ્વરૂપ છે તેની માહિતી આપવામાં આવી છે. આ પુસ્તકના વિવિધ લેખો અંગે ભૂમિકારૂપે સંક્ષિપ્ત નોંધ આપી છે.
પ્રસ્તાવના એ પુસ્તકના પ્રવેશદ્વાર સમાન છે.
ધર્મતીર્થ સ્થાપનારા ચોવીશ તીર્થકર ભગવંતોને હું ભાવથી વંદન કરું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org