________________
-
-
ઉદયસ્વામિત્વ विणु परघाखगइ-सरदुगं सजोगिम्मि सुदयाउ छत्तीसं । देवोहे णिरयाऊ-गइणपुपणपखेवओ विउवे ॥ ३५ ॥
ગાથાર્થ : મિથ્યાત્વે (૯૪ પ્રકૃતિઓનો ઉદય હોય.) સાસ્વાદને સૂક્ષ્મત્રિક અને મિથ્યાત્વ વિના ૯૦ પ્રકૃતિઓ. તેમાંથી અનંતા૪, વિકલપંચક, સ્ત્રીનપુંસકવેદ, નીચગોત્ર - આ ૧૨ છોડીને અને સમ્યક્વમોહનીય ઉમેરીને અવિરતે - ૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો. સયોગીગુણઠાણે ઉદયપ્રાયોગ્ય ૪રમાંથી પરાઘાતદ્ધિક + સ્વરદ્ધિક + ખગતિદ્ધિક - એ છને છોડીને ૩૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો. વૈક્રિયકાયયોગમાર્ગણામાં, દેવોને ઓઘથી ઉદયપ્રાયોગ્ય ૮૦માં નરકાયુ, નરકગતિ, નપુંસકપંચક - એ સાતનો પ્રક્ષેપ કરીને.. (બાકીનો ફેરફાર આગળની ગાથામાં જણાવે છે.) (૩૪-૩૫)
सुराणुपुव्वीहीणा, ओहे छासीइ मीसदुगऊणा। मिच्छे सासणि मिच्छं, विणु अणविणु मीसि मीसजुआ ॥ ३६ ॥
ગાથાર્થ ? (૮૦માં ૭નો પ્રક્ષેપ કરી) સુરાનુપૂર્વી નીકાળીને ઓલ્વે ૮૬ પ્રકૃતિનો ઉદય કહેવો. તેમાંથી મિથ્યાત્વે મિશ્રઢિક વિના ૮૪. સાસ્વાદને મિથ્યાત્વ વિના ૮૩. મિશ્ન અનંતાનુબંધીચતુષ્ક વિના અને મિશ્રમોહનીય સાથે ૮૦ પ્રકૃતિઓનો ઉદય હોય. (૩૬)
अजयगुणे मीसविणा, ससम्मोहम्मि सगसयरि तम्मीसे । निद्दापरघायखगइ - सरदुगमीसविणु विउवोहा ॥ ३७ ॥
ગાથાર્થ : અવિરતગુણઠાણે મિશ્રમોહનીય વિના અને સમ્યક્વમોહનીય સાથે ૮૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો અને વૈક્રિયમિશ્રકાયયોગમાર્ગણામાં, વૈક્રિયમાં
ઓઘથી કહેલ ૮૬માંથી નિદ્રાદ્ધિક, પરાઘાતદ્ધિક, ખગતિદ્વિક, સ્વરદ્ધિક અને મિશ્રમોહનીય - એ ૯ પ્રકૃતિ વિના ઓધે - ૭૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૩૭)
सम्मं विणु मिच्छे पुण, णिरयाउगइ-णपुति-मिच्छविणु साणे । अजये य अणथी विणा, णिरयाउगइणपुतिसम्मजुआ ॥ ३८ ॥
ગાથાર્થ : મિથ્યાત્વે સમ્યક્વમોહનીય વિના ૭૬. સાસ્વાદને નરકાયુષ્ય, નરકગતિ, નપુરાકત્રિક અને મિથ્યાત્વ એ ૬ વિના ૭૦. અવિરતે અનંતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org