________________
સંક્ષિપ્તપદાર્થસંગ્રહ
૩૩
% અવધિજ્ઞાનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... »
સં. ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદય
વિચ્છેદ ઓઘથી | ૧૦૫ – ૧૨૨માંથી સ્થાવરચતુષ્ક+જાતિચતુષ્ક+
આતા+જિનનામ-તિર્યગાનુપૂર્વી+
મિથ્યાત્વ+મિશ્રમો+અનંતા૦૪ = ૧૭ ૪ | અવિરત | ૧૦૩ | આહારદ્ધિક
૫-૧૨ | – આ ૮ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું
|
જ કાર્મગ્રન્થિકમતે કોઈપણ જીવ અવધિજ્ઞાન સાથે તિર્યંચગતિમાં ઉત્પન્ન થતો નથી, કારણ કે અવધિજ્ઞાન સમ્યગ્દષ્ટિને જ હોય અને સમ્યગ્દષ્ટિ જીવ તિર્યંચમાં પણ યુગલિક તિર્યંચમાં જ ઉત્પન્ન થાય. હવે યુગલિકોમાં તો અવધિજ્ઞાન હોતું જ નથી, એટલે ત્યાં કોઈ અવધિજ્ઞાનને લઈને ઉત્પન્ન પણ ન થઈ શકે, એવું ફલિત થાય. એટલે અવધિજ્ઞાનમાર્ગણામાં તિર્યંચાનુપૂર્વીનો ઉદય સંભવી શકે નહીં.
હવે સિદ્ધાંતમતે સમ્યગ્દષ્ટિ જીવ, સંખ્યાતવર્ષના આયુષ્યવાળા (યુગલિક સિવાયના) તિર્યચોમાં પણ ઉત્પન્ન થઈ શકે છે અને તે તિર્યંચોને અવધિજ્ઞાન પણ હોઈ શકે છે. એટલે સમ્યગ્દષ્ટિ જીવ અવધિજ્ઞાન લઈને ત્યાં ઉત્પન્ન થાય તેમાં કોઈ બાધ નથી અને તેથી અવધિજ્ઞાનમાર્ગણામાં તિર્યંચાનુપૂર્વીનો ઉદય નિબંધ ઘટી શકે.
પણ અહીં કાર્મગ્રન્થિકમત મુખ્ય રાખ્યો છે (કારણ કે આ કર્મસાહિત્યનો ગ્રંથ છે.) એ ખાસ ધ્યાનમાં રાખવું.
છે અવધિદર્શન- કેવળદર્શનાદિમાં પણ અવધિજ્ઞાનાદિની જેમ જ ઉદયસ્વામિત્વ સમજવાનું છે, એટલે અમે અહીં જ કોઠો બતાવ્યો છે, ત્યાં માત્ર અતિદેશ કરીશું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org