________________
સંક્ષિપ્તપદાર્થસંગ્રહ
૧૧
ઉદયવિચ્છેદ - જે ગુણઠાણે જે પ્રકૃતિનો ઉદય ન હોય અને આગળના ગુણઠાણે પણ ફરી તેનો ઉદયન થવાનો હોય, તો પ્રસ્તુત ગુણઠાણે તેનો ઉદયવિચ્છેદ કહેવાય...
પુનરુદય - જે પ્રકૃતિનો પૂર્વે અનુદય કહ્યો હોય, તેનો ઉપરના ગુણઠાણે ફરી ઉદય થતાં પુનરુદય કહેવાય.
ખાસ નોંધ :- હવે અહીં માર્ગણાઓમાં કર્મપ્રકૃતિના ઉદયાદિની વિચારણા માત્ર પદાર્થને લઈને બતાવવામાં આવશે. તેનો ઉદય કેમ ન કહ્યો? એવા બધા હેતુઓ, ભાવનાઓ... વગેરે માટે ઉદયસ્વામિત્વ-વિવેચન જોવાની ભલામણ... (આ પુસ્તિકા, માત્ર પદાર્થોપસ્થિતિ, રાત્રીસ્વાધ્યાય અને સંક્ષિપ્તરુચિવાળા જીવો માટે જ સંપાદિત કરવામાં આવી છે.)
હવે ગ્રંથના પદાર્થો શરૂ થાય છે...
સૌ પ્રથમ પ્રકૃતિસંગ્રહ બતાવાય છે. (ઓઘ કે ગુણઠાણામાંથી તે તે પ્રકૃતિઓને કાઢવા કે ઉમેરવા વારંવાર નામ ન લખવા પડે, તે માટે સંગ્રહ કરાય છે કે જેથી પંચક-સપ્તકાદિરૂપે તે તે પ્રકૃતિઓનો અતિદેશ કરી શકાય...)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org