________________
ભક્તિમાર્ગનું રહસ્ય
પ્રાર્થના એ અલૌકિક તત્ત્વ પામવાનું ઉત્તમ સાધન છે. તેનું ફળ અદ્ભુત અને અચૂક છે. પાપી પણ તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. જેમ જેમ હૃદયપૂર્વકના ભાવ વધતા જાય છે તેમ તેમ પ્રાર્થનાનું બળ વધે ને ભગવાન પાસે આગળ આગળની દશા માટે શું માગવું તે સમજાતું જાય છે.
જેમ બાળક બોલતાં શીખવાનું શરૂ કરે છે ત્યારે પ્રથમ અસ્પષ્ટ અને અસંબંધિત શબ્દો ઉચ્ચારે છે, પરંતુ ધીમે ધીમે બોલતાં બોલતાં જ સ્પષ્ટ બેલવાનું શીખે છે, તેમ પ્રાર્થનાના પ્રથમ અભ્યાસી પ્રાર્થના કરતાં કરતાં સાચી હૃદયપૂર્વકની ગહન ને ગંભીર પ્રાર્થના કરવાનું આપોઆપ શીખે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org