________________
७४
ભક્તિમાર્ગનું રહસ્ય કઠિન પ્રાગે કરવા પડે છે; આ પ્રયોગ વેળાએ વિક્ષિપ્ત ચિત્ત વારંવાર અંતરા નાંખી હેરાન પરેશાન કરે છે અને અતિ પરિશ્રમ બાદ સફળતા મળે છે, ત્યારે ભક્તને તેવા કેઈ લીનતા થવા માટેના પ્રયોગની જરૂર પડતી નથી, તે
સપુરૂષની મુખાકૃતિનું હદયથી અવલોકન” કરતે હોવાથી તથા “તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચણાનાં અદ્ભુત રહ” નિહાળતે હોવાથી તેમના ઉત્તમ ગુણે-શાંતિ, સૌમ્યતા, ક્ષમા, નિર્લોભતા, નમ્રતા, પ્રેમ, વીતરાગતા, કરુણ આદિ-દષ્ટિગોચર થતાં અને તે પર વિચાર કરતાં પુરૂષ પ્રત્યેને અત્યંત બળવાન અહેભાવ તેના આત્મામાં ઊઠતાં, વિકસતાં તે સહસા સહજ જ પ્રેમસમાધિમાં આવે છે અને પછી તે તેના ફળરૂપે આત્મસમાધિને અપૂર્વ લાભ તેને સ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે ભક્તિમાર્ગ સરળ અને સહેલે છે. જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ ધ્યેય, લક્ષ્ય, પ્રજનભૂત હેતુ અને ફળજન્ય અનુભવના અમૃતવાદની અપેક્ષાએ સમાન છે. - અહીં કોઈને વિકલ્પ આવે કે શ્રી જિનેશ્વરદેવ પ્રણીત પવિત્ર જૈનદર્શનમાં સમ્યક જ્ઞાન-દર્શન-ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે, ત્યારે પરમ આત્મદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ, “ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, મને એ ધુરંધર માર્ગ મને લાગ્યું છે એમ જે પ્રતિપાદન કર્યું ત્યાં વિરોધાભાસ નથી? તેનું સમાધાન આ રીતે વિચારવાથી થઈ જશે.
હવે આપણે જાણીએ છીએ કે ભક્તિ શબ્દમાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાના ભાવે અંતર્ગત રહ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org