________________
ભક્તિમાર્ગનું રહસ્ય
ચાર ઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય કરે છે, ત્યારે અનંત પદાર્થો અને તેના પાને એક જ સમયમાં જાણવા દેખવાવાળું કેવળજ્ઞાન પ્રગટાવે છે તેથી આપનું સર્વજ્ઞ સર્વ દશીપણું સિદ્ધ થાય છે. એ આપ ભગવંતનું જ્ઞાન અમારૂં બહુમાન આકર્ષે છે.
માહાસ્ય
હે પ્રભુ! આપના માહાસ્યનું શું વર્ણન કરૂં? તે તે વર્ણનાતીત છે, છતાં હું પણ બતાવી–તે કહીને આત્મસંતોષ લઈ કૃતાર્થ થઉં છું.
પ્રભુ! આપના બધા કલ્યાણક-ગર્ભમાં આવવું, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને સિદ્ધત્વ-પ્રભાવના અતિશયવાળા હેઈ તે સમયે સમસ્ત નારકી અને સ્થાવર જીવેને પણ એક સમયની શાતા ઉપજે છે. ઘોર અંધકારથી સદા વ્યાપ્ત એવા નરકમાં પણ એક સમય માટે પ્રકાશ પથરાય છે. એ આપને અતિશય બુદ્ધિગમ્ય કેમ થાય?
હે પ્રભુ! આપ ગર્ભમાં આવતા પહેલાના છ માસે સાયિક સમકિતી એવા માતાપિતાની યશકીર્તિ તરફ ફેલાય છે અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. ગર્ભમાં પ્રવેશ કરે છે ત્યારથી તે આપના અત્યુત્તમ ઉચ્ચ કુળમાં જાણે ધન, વૈભવ, યશ આદિની વૃષ્ટિ થતી હોય તેમ જણાય છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org