________________
- ભક્તિમાર્ગનું રહસ્ય
પૂરક વથનામૃત આત્મજાગૃતિપૂર્વક સામ્યભાવની પરાકાષ્ઠા
સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજરવરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર.
દેહ પ્રત્યે જેવો વસ્ત્રને સંબંધ છે, તે આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાતથ દીઠે છે, મ્યાન પ્રત્યે તરવારને જે સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠે છે, અબદ્ધસ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહાપુરુષોને જીવન અને મરણ બને સમાન છે.
અજ્ઞાનથી અને સ્વસ્વરુપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની બ્રાંતિ છે, તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવ પ્રમાણમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ વરુપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સમભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ બાવૃત્ત કરી આત્મા બકલેશ સમાધિને પામે છે.
પરમ સુખસ્વરુપ, પરમેસ્કૃષ્ટ શાંત, શુદ્ધ ચેતન્ય સ્વરુપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષv પ્રવાહ છે જેને તે પુરુષોને નમસ્કાર.
–શ્રીમદ રાજચંદ્ર પત્રાંક, ૮૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org