________________
૨૪૯
શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃત રાણ સવ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂઝયે ત્યાં કકળાટ કંકણુત, શ્રોતી નમિ ભૂ પતિ, સંવાદે પણ ઈદ્રથી દઢ રહ્યો, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું.
અન્યત્વ ભાવના ના મારાં તન રૂ૫ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં ભૂત સ્નેહીઓ સ્વજન કે, ના નેત્ર કે જ્ઞાત ના; ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મેહ અજ્ઞાત્વના, રે! રે! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. દેખી આંગળી આપ એક અડવી વૈરાગ્ય વેગે ગયા, છાંડી રાજ સમાજને ભરતજી કેવલ્ય જ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે પામ્યું અહીં પૂર્ણતા, જ્ઞાનીનાં મન તેહ રંજન કરે, વૈરાગ્ય ભાવે યથા.
અશુચિ ભાવના ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.
નિવૃત્તિ બોધ અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા !! ઉઘાડ ન્યાય–નેત્રને નિહાળ રે! નિહાળ તું; નિવૃત્તિ શીધ્ર મેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org