________________
૨૪૮
ભક્તિમાર્ગનું રહસ્ય પર વસ્તુમાં નહિ મુંઝ, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતું દુખ તે સુખ નહીં. ૩ હું કોણ છું? કયાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણ છે? રાખું કે એ પરિહરૂં? એને વિચાર વિવેક પૂર્વક, શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યાં. ૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માને, “તેહ” જેણે અનુભવ્યું; રે! આત્મ તારો! આત્મ તારે! શીધ્ર એને ઓળખે, સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખે. ૫
ભાવનાઓ
અનિત્ય ભાવના વિદ્યુત લક્ષમી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જલના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીયે ત્યાં ક્ષણને પ્રસંગ!
અશણ ભાવના સર્વને ધર્મ સુશર્ણ જાણ, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણ; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કેઈન બાંહા હાશે.
એકત્વ ભાવના શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભેગવે એક સ્વ–આત્મ પિતે, એકત્વ એથી નયસુજ્ઞ ગોતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org