________________
સ્મરણ મંત્રો
૨૪૩ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મેક્ષપાટણ સુલભ જ છે.” (શ્રીમદ રાજચંદ્ર-૮૧૯) માટે હું રૂડા મહંત પુરૂષનાં વાકયેનું અવલંબન લઈ મારા આત્મામાં શૌર્ય ઉપજાવી ખેદ-ચિંતાને હઠાવું છું. કષાય ભાવનું પ્રબળપણું તેડવા માટે – * “જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે.” (શ્રીમદ્ રાજચંદ્ર-૩૭) એ કલ્યાણકારી વચનેનું પરિણમન થવા અર્થે હું તેનું સ્મરણ કરી રાગ-દ્વેષની બેડીને
તેડતે જઉં છું. જ હે આત્મન,
તું મેહ ન કર, રાગ ન કર, દ્વેષ ન કર. તું મેહ ન કર, રાગ ન કર, દ્વેષ ન કર. શારીરિક વેદનાના ઉદયકાળે -
શારીરિક વેદનાને દેહને ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણ સમ્યફ પ્રકારે અહિયાસવા ગ્ય છે, અને વેદના, વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કેઈ કર્મનું કારણે થતી નથી.” એ જ્ઞાની પુરૂષનાં વચનેને ફરી ફરી અંતરમાં ઉતારું છું તેથી વેદનાનું બળ મંદ થતું અનુભવું છું.
(ઉપરનાં વચન શ્રીમદ રાજચંદ્રજીનાં છે–પત્રક ૪૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org