________________
૨૩૪
મતિમાર્ગનું રહસ્ય અપૂર્વ વિકાસ અનુભવગમ્ય થાય છે. વિચિત્ર અને કટીવાળા સંજોગ અને પ્રસંગે વચ્ચે પણ સમતા, ઉદાસીનતા અને આંતરિક શાંતિ વેદાય છે. મૌન રહેવાના અભ્યાસમાં જેમ આગળ વધાય છે, તેમ તેમ બાહ્ય રૂચિ એાસરી ઉત્કૃષ્ટ વૈરાગ્ય, પરમ ઉદાસીનતા દશ્યરૂપ થાય છે, મહાસક્તિના કિલામાં ઠેકઠેકાણે તડ પડે છે અને આગળ ઉપર રાગના કિલ્લાનાં કોઈ ભાગ કે ભાગે ભાંગી પડી જમીનેસ્ત થાય છે, અને શ્રી ગુરૂદેવની અસીમ કૃપાથી આખરે આત્મશાંતિ પૂર્ણ પણે પ્રકાશિત થાય છે.
અહે, ભગવાન સ્વરૂપ શ્રી ગુરૂદેવની કૃપા અનુપમ છે અને તેઓ જ અનુપમ સુખના દાતા છે એ કેમ ભૂલાય !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org