________________
ભગવાનના ભક્તની સાધના
૨૧૯ વિશાળ દિલથી અને દયા સંયુક્ત ભાવથી સામાને ક્ષમા આપે છે અને ભગવાન પાસે પ્રાર્થના કરી તેનું કલ્યાણ ઈચ્છે છે.
ભક્તના અંતરમાં ઉપગને શુદ્ધ કરવાની અભિલાષા રહ્યા જ કરે છે. પૂર્વે થઈ ગયેલા મહાન ગીશ્વરની અને પ્રત્યક્ષપણે વિદ્યમાન એવા પિતાના શ્રી ગુરુદેવની જ્ઞાનદશા, સમદશા, અપૂર્વ સ્થિરતાવાળી આત્મદશા મેળવવાની તેની તીચ્છા વર્યા કરે છે. તે સતત ભાવના ભાવ્યા કરે છે કે હું પણ તેમના જેવો પરમ નિર્મળ, પરમ નિરાગી અને પરમ નિર્વિકારી થઉં. નિર્બળતા, રાગ અને દ્વેષનાં બધાં બંધને તેડી નાંખુ એવી ઈચ્છા કરે છે ને વારંવાર તે ઈચ્છાને વાગોળે છે. ભક્ત સમ્યફ પ્રકારે જાણે છે કે તે ઇચ્છાનું ફળ ભગવાનરૂપ સપુરૂષમાં અનન્યભાવે પ્રેમ કરવાથી, અતૂટ શ્રદ્ધા રાખવાથી અને નિષ્કપટપણે તેમની આજ્ઞાનું આરાધન એક નિષ્ઠાએ કરવાથી શીધ્ર અને સુલભતાએ સંપ્રાપ્ત થાય છે. તેમ કરવાથી આત્મકલ્યાણથી માંડી સર્વોચ્ચ પદની પ્રાપ્તિ થઈ
શકે છે.
આ પ્રમાણે ઉપગને શુદ્ધ કરવાને માટે એટલે ઉત્કૃષ્ટ આત્મશુદ્ધિ માટે ઉપર કહ્યાં તે ત્રણ અંગથી સુવાસિત એવા ઉત્તમ ઉપાયની સાધનામાં તત્પર થઈ ભક્ત પુરૂષાર્થ કરે છે, આ તેની અજબ સાધના છે, અચૂક ફળ દેનાર છે તેમાં તેને ખેદ થતો નથી, કંટાળો આવતો નથી, ઉત્સાહ મંદ પડતું નથી. જેમ જેમ વિષમ નિમિત્તે સન્મુખ થાય છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org