________________
૨૦૪
પાતા થકી સમસ્ત જીવા શાંતિ પામે એમ વર્તવું. ભગવાનમાં પ્રેમ અને શ્રદ્ધા ખૂબ જ વધારવા. ભગવાનને આત્મભાવે સવ અર્પણ કરતા જવું. ભગવાનનું સ્મરણ સમય માત્ર ન ભૂલવું. ભગવાનનું શરણુ અવિરતપણે સ્વીકારવું. બધી પ્રવૃત્તિ તેમની આજ્ઞાનુસાર કરવી, સ્વચ્છંદથી કંઈ પણ કરવું નહીં. ભગવાનની ભક્તિમાં પ્રેમથી લીનતા કરવી. મન, વચન, કાયા સ્થિર શાંતભાવે રાખવાં. ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવું. ભગવાનરૂપ ન થવાય ત્યાં સુધી જવું નહીં.
Jain Education International
શક્તિમાગ નું રહસ્ય
For Personal & Private Use Only
www.jainelibrary.org