________________
ભક્તનાં વિચાર-પુષ્પ
૧૯૩ ધિત અફર છે. તેના સેવનથી સહુ કોઈ ઈષ્ટ મેળવી શકે છે.
* ભગવાને વિચારની અચિંત્ય શક્તિ દીઠી છે અને તેમ કહી બતાવ્યું છે. આ વાત સહુને અનુભવગમ્ય પણ છે. માટે પરમાર્થને જે ઇચ્છતા તે તેના વિચારમાં અપ્રમત્ત રહેવું, તે જ સ્વ-પરના વિવેક વિચારના ભાવમાં રમવું, ખંત, ધીરજ અને ઉત્સાહથી પ્રવર્તવું. કેઈ ધન્ય પળે એક સમય એવો આવી જશે જ્યારે આત્મા તે ભાવે પરિણમશે, આત્મા આત્મભાવે પરિણમશે, આ જ સિદ્ધિને મંગળ પ્રારંભ. આત્મજ્ઞાન પણ તેવા જ કમે થાય છે. આગળની દશા તે જ શક્તિથી વધે છે.
એટલે કે સ્વ–પર વિવેકરૂપ ભેદજ્ઞાનના વિચારથી વધે છે. * સના સતત વિચાર સત પ્રત્યે લઈ જાય છે,
શાંતિના સતત વિચાર શાંતિને અનુભવ કરાવે છે. અખંડ દિવ્ય જીવન માટેના વિચાર શાશ્વત જીવન આપે છે.
શાશ્વત સુખપ્રાપ્તિના વિચાર શાશ્વત સુખ આપે છે. * સંસારના સતત વિચાર સંસાર આપે છે.
ક્રોધના નિરંતરના વિચાર ફોધ કરાવે છે. તે પ્રમાણે માન, માયા, લેમના વિચારનું ફળ મળે છે. સંસારથી છૂટવાના વિચાર સંસારથી છોડાવે છે.
* જેટલે અંશે રાગનું મંદપણું તેટલે અંશે શાંત પણું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org