________________
૧૮૮
ભક્તિમાર્ગનું રહસ્ય
ભક્ત જ્યારે ચિંતનની ઊંડી ગુફામાં પ્રવેશ કરે છે ત્યારે ચિંતનની ચિનગારી પ્રકાશ પાથરી હૃદય ગુફાને અજવાળે છે. તે તેના હૃદયાકાશને પ્રકાશિત કરી ઉજવળ ને ધવળ પવિત્રતાથી દેદીપ્યમાન કરે છે. ભક્ત જ્યારે વિચારસાગરમાં ડૂબકી મારી ઊંડો ઉતરે છે ત્યારે રંગબેરંગી, આકર્ષક, રમણીય વિચારતી ભગવાનની કૃપાથી મેળવવા સમર્થ થાય છે, અને તે તેના આત્માને ઉપકારી થાય છે. ભક્ત જ્યારે સુંદર વિચારબગીચામાં પગલાં માંડી ડગ ભરે છે, ત્યારે તેની દષ્ટિ વિવિધ રંગોથી સુશોભિત અને અનુપમ સુગંધથી સુવાસિત પુષ્પ પર પડે છે અને તેને લલચાઈને ચૂંટે છે. તે પુ પરને મેહ તેના જીવનનું વહેણ બદલાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org