________________
ભક્તિનાં સાધનો અને પ્રાર્થનાક્રમ પ્રાર્થનાનું સ્વરુપ ભગવાનને પ્રાર્થના અને તેનું બળ
હે ગુપ્ત રહેલા કરૂણાસાગર! આપને કે મહાન ઉપકાર છે! આપે કરૂણા કરી જીવના કલ્યાણ અર્થે અને તેના શાશ્વત સુખની પ્રાપ્તિ અર્થે કેવા સત્સાધને બતાવ્યાં છે? અને તે સાધને પણ સાદા, સરળ અને સુગમ હોવા છતાં ફળની અપેક્ષાએ કેટલાં સુંદર, ઉત્તમ અને અલૌકિક છે! કોઈ પણ જીવ છે તે તેને ઉપગ કરી સત્ય પુરુષાર્થ જરા પણ કષ્ટ વિના કરી શકે છે અને તેથી નીપજતે ઉત્તમ પરમાર્થલાભ સહેલાઈથી પામી શકે છે. - પ્રેમ, શ્રદ્ધા અને ભાવનાને અધિક બળ આપવા માટે આપે પ્રાર્થના બતાવી છે. આપે વચન આપ્યું છે કે સાચા મનથી કરેલી પ્રાર્થનામાં જે માગશે તે મળશે. હે પ્રભુ! આ પણ કેટલું આશ્ચર્યકારક છે!
પ્રાર્થના એ કોઈ ઉત્તમ, પરમોપકારી, આત્મપલબ્ધિ પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. પ્રાર્થના એટલે ભગવાનની ઓળખાણ, ભગવાનના દિવ્ય સ્વરૂપનું સ્પષ્ટ જાણપણું. પ્રાર્થના એટલે ભગવાનના લેકોત્તર ગુણોનું દર્શન, પ્રાર્થના એટલે તે દિવ્ય સ્વરૂપ અને લકત્તર ગુણેમાં હૃદયથી પ્રીતિ-આસક્તિ. પ્રાર્થના એટલે તે પ્રીતિ–આસકિતના બળના શીતળ તેજથી હદય ઝળહળી ઊઠી પ્રશસ્ત રાગયુક્ત ભાર્મિનું ઉછળવું અને અનુપમ શબ્દો દ્વારા પ્રકાશિત થવું. પ્રાર્થના એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org