SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ સંખનાવસ્તક / પંચવખૂકગ્રંથનો ઉપસંહાર | ગાથા ૧૦૦૨-૧૦૦૩ ૪૧૫ અન્વયાર્થી : પયા પંર વધૂ આ પાંચ વસ્તુઓને નહી સમ્ર માહિત્તા યથાઆગમ સમ્યમ્ આરાધીને શુત્તેિ મuતા નવા=ધૂત ક્લેશવાળા અનંતા જીવો તીરદ્ધા=અતીત અદ્ધામાં ભૂતકાળમાં, સિદ્ધા=સિદ્ધ થયા. ગાથાર્થ : આ પાંચ વસ્તુઓને યથાઆગમ સમ્યમ્ આરાધીને ધૂત ક્લેશવાળા અનંતા જીવો અતીત કાળમાં સિદ્ધ થયા. ટીકા: ___ एतानि पञ्च वस्तूनि-प्रव्रज्याविधानादीनि आराध्य-संपाद्य यथागमं यथासूत्रं सम्यग्= अवैपरीत्येनातीताद्धायाम्-अतीतकाले अनन्ताः सिद्धा जीवाः निष्ठितार्थाः संवृत्ता:-मुक्ता इत्यर्थः धूतक्लेशाः सवासनाशेषकर्मरहिता इति गाथार्थः ॥१७०२॥ ટીકાર્ય : આ પાંચ પ્રવજ્યાવિધાનાદિરૂપ વસ્તુઓને યથાઆગમ યથાસૂત્ર=જે પ્રમાણે શાસ્ત્રમાં કહ્યું છે તે પ્રમાણે, સમ્યગુઅવિપરીતપણાથી, આરાધીને=સંપાદન કરીને, ધૂત ક્લેશવાળા=વાસના સહિત અશેષ કર્મોથી રહિત, એવા અનંતા જીવો અતીત અદ્ધામાં=અતીત કાળમાં, સિદ્ધ થયા=નિષ્ઠિત અર્થવાળા બન્યા=મુક્ત થયા, એ પ્રમાણે ગાથાર્થ છે. ' ભાવાર્થ : ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં પ્રવ્રજ્યાવિધાનાદિ પાંચ વસ્તુઓનું વિસ્તારથી વર્ણન કર્યું, ત્યાં પ્રથમ ગ્રંથના પ્રારંભમાં કહેલ કે જગતમાં આ પાંચ જ વસ્તુઓ છે, અન્ય નહીં; કેમ કે જીવ માટે આ પાંચ જ વસ્તુઓ ઉપયોગી છે, માટે પાંચ જ વસ્તુઓ આરાધવા યોગ્ય છે, અન્ય નહીં. વળી આ પાંચ વસ્તુઓને સૂત્ર અનુસાર સમ્યગુ જાણીને, તેનો યથાર્થ બોધ કરીને, તે રીતે જ આરાધવાની રૂચિ ધારણ કરીને, શક્તિના પ્રકર્ષથી પાંચ વસ્તુઓમાં અપ્રમાદભાવે વર્તમાનકાળમાં પણ યત્ન કરવામાં આવે તો, નિયમથી અલ્પ કાળમાં મોક્ષ પ્રાપ્ત થાય છે. એમ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે કે આ પાંચ વસ્તુઓને આરાધીને ભૂતકાળમાં અનંતા જીવો મોહની વાસનાથી યુક્ત એવાં સર્વ કર્મોથી રહિત થઈને મુક્ત થયા. //૧૭૦રા ગાથા : एयाणि पंच वत्थू आराहित्ता जहागमं सम्मं । इहि पि हु संखिज्जा सिझंति विवक्खिए काले ॥१७०३॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy