SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ સંખનાવતુક | અભ્યધત મરણ / ગાથા ૧૯૩ ભાવાર્થ : ગાથા ૧૬૯૦માં કહ્યું કે અનશની મહાત્મા આહારની જેમ સર્વ ભાવશલ્યને પણ વોસિરાવે છે, ગાથા ૧૬૯૧માં કહ્યું કે વિશુદ્ધ ભાવવાળા મહાત્મા સંવેગના અતિશયથી આત્માને અન્યની જેમ માને છે, તેમ જ ગાથા ૧૯૯૨માં કહ્યું કે આવા અનશની મહાત્મા સર્વત્ર અપ્રતિબદ્ધ, મધ્યસ્થ અને ચરણપરિણામથી યુક્ત છે : અનશની મહાત્માના આ પ્રકારના યત્નથી પ્રાપ્ત થતા ફળને કહે છે – ગાથા : सो तप्पभावओ च्चिअ खविउं तं पुव्वदुक्कडं कम्मं । जायइ विसुद्धजम्मो जोग्गो उ पुणो वि चरणस्स ॥१६९३॥ અન્વયાર્થ : તષ્કમાવો fધ્યમ તેના પ્રભાવથી જ=ચારિત્રપરિણામના પ્રભાવથી જ, તો તે=ઉપરમાં બતાવ્યા એવા ગુણોવાળા અનશની મહાત્મા, પુત્ર,ઉં તે પૂર્વના દુષ્કૃત એવા તે કર્મને, રવિખપાવીને પુuો વિફરી પણ ચરVIક્ષ ગોપો ચરણને યોગ્ય જ વિશુદ્ધગો ના વિશુદ્ધ જન્મવાળા થાય છે. ગાથાર્થ : ચારિત્રના પરિણામના પ્રભાવથી જ ઉપરમાં બતાવ્યા એવા ગુણોવાળા અનશની મહાત્મા પૂર્વના દુષ્કૃત એવા તે કર્મને ખપાવીને ફરી પણ ચરણને યોગ્ય જ વિશુદ્ધ જન્મવાળા થાય છે. ટીકા : सः एवंभूतः तत्प्रभावत एव-चारित्रपरिणामप्रभावादेव क्षपयित्वा=अभावमापाद्य, तत् पूर्वदुष्कृतं कर्म शीतलविहारजं, जायते विशुद्धजन्मा जात्यादिदोषरहितः योग्य एव पुनरपि तज्जन्मापेक्षया चरणस्येति गाथार्थः ॥१६९३॥ ટીકાર્ય : તેના પ્રભાવથી જ=ચારિત્રપરિણામના પ્રભાવથી જ, આવા પ્રકારના તે-ગાથા ૧૬૯૦થી ૧૬૯૨માં બતાવ્યા એવા પ્રકારના અનશની મહાત્મા, શીતલ વિહાર=પૂર્વમાં સેવેલા શિથિલ આચારોથી પેદા થયેલા, તે પૂર્વના દુષ્કૃત કર્મને ખપાવીને=અભાવનું આપાદન કરીને, ફરી પણ તે જન્મની અપેક્ષાથી વર્તમાનના ભવની અપેક્ષાએ, જાતિ આદિ દોષોથી રહિત, ચરણને યોગ્ય જ વિશુદ્ધ જન્મવાળા થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ' . . . . . '' ', અનશની મહાત્મા પૂર્વની ત્રણ ગાથામાં કહ્યું એ પ્રકારે અંતકાળે યત્ન કરે તો, તેઓ પૂર્વે શીતલ આચારવાળા હોય તોપણ અનશનકાળમાં કરાતા સમ્યગ્યત્નથી તેઓમાં ચારિત્ર ઉત્પન્ન થાય છે, જે ચારિત્રના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy