SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ અવતરણિકા : अपवादमाह ગાથા : - અવતરણિકાર્ય અપવાદને કહે છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે નિર્દોષ શિલ્પીને શુભ ભાવથી વૈભવને અનુસાર મૂલ્યનું અર્પણ કરે, ત્યાં અપવાદ બતાવે છે અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૩૨ - तारिसयस्साभावे तस्सेव हिअत्थमुज्जओ णवरं । णिअमेइ बिंबमोल्लं जं उचिअं कालमासज्ज ॥११३२॥ અન્વયાર્થઃ તારિસયમ્સ અમાવે તેવા પ્રકારવાળાના અભાવમાં=અનઘ એવા શિલ્પીના અભાવમાં, વર-કેવલ તસ્તેવ હિબન્યં કન્નો તેના જ હિતાર્થે ઉદ્યત=જિનબિંબ બનાવનાર શિલ્પીના જ હિત માટે ઉદ્યમવાળા શ્રાવક, વ્હાલમાસખ્ત કાળને આશ્રયીને નં વિવમોÉ ચિત્રં જે બિંબનું મૂલ્ય ઉચિત હોય, (તેને) ઝિમેડ્ર=નિયમન કરે છે. Jain Education International ગાથાર્થ: નિર્દોષ શિલ્પીના અભાવમાં ફક્ત શિલ્પીના જ હિત માટે ઉદ્યત એવા શ્રાવક કાળને આશ્રયીને જે બિંબનું મૂલ્ય ઉચિત હોય તે બિંબના મૂલ્યને નક્કી કરે છે. ટીકા तादृशस्य=अनघस्य कर्त्तुरभावे तस्यैव कर्त्तुर्हितार्थमुद्यतोऽनर्थपरिजिहीर्षया नवरं नियमयति सङ्ख्यादिना बिम्बमूल्यं द्रम्मादि यदुचितं कालमाश्रित्य न परं व्यंसयति नाऽऽत्मानमिति गाथार्थः ૫૬૪૩૨૫ ટીકાર્ય તેવા પ્રકારવાળાના=અનઘ કર્તાના=નિર્દોષ એવા બિંબ કરનારા શિલ્પીના, અભાવમાં, કેવલ તે કર્તાના જ હિત અર્થે ઉદ્યત એવા શ્રાવક અનર્થનો પરિહાર કરવાની ઇચ્છાથી કાળને આશ્રયીને જે દ્રમાદિ બિંબનું મૂલ્ય ઉચિત હોય, તેને સંખ્યા આદિથી નિયમન કરે છે=નક્કી કરે છે; પરને ઠગતા નથી, આત્માને ઠગતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: વ્યસની શિલ્પીને કાળને ઉચિત મૂલ્ય કરતાં અધિક મૂલ્ય આપવાથી તેનું અહિત થાય છે; કેમ કે જિનમંદિરનું નિર્માણ કરાવનાર શ્રાવકે પોતાનું ધન જિનમંદિરના નિર્માણ અર્થે કલ્પેલું છે, માટે તે ધન કલ્પિત દેવદ્રવ્ય છે, અને તેવું દેવદ્રવ્ય તે શિલ્પીને અધિક આપવાથી તેને દેવદ્રવ્યભક્ષણનું પાપ લાગે છે, જેથી તેને દુર્ગતિના પરિભ્રમણરૂપ અનર્થ પ્રાપ્ત થાય છે. માટે તે શિલ્પીને પ્રાપ્ત થનારા અનર્થનો પરિહાર કરવાના For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy