________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૫-૧૩૫૫
૩૨૧
ટીકા :
तदीदृश एव त्वं पुण्यवान्, तथापि च भणितोऽसि मया समयनीत्या करणेन, निजावस्थासदृशं कुशलमेव भवता नित्यमपि कर्त्तव्यं, नाऽन्यदिति गाथार्थः ॥१३५४॥ ટીકાર્થ:
તે કારણથી=જે કારણથી પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે ગણધર શરણે આવેલા સાધુઓને સંસારથી છોડાવે છે તે કારણથી, આવા પ્રકારનો જ=પૂર્વગાથામાં ગણધરના ગુણો બતાવ્યા એવા પ્રકારનો જ, તું પુણ્યવાળો છે, અને તોપણ કરણરૂ૫ સમયની નીતિથી=નવા ગણધરને અપાયેલ અનુશાસન પોતાના કર્તવ્યોમાં દઢ પ્રવૃત્તિનું સાધન બને એવી શાસ્ત્રની મર્યાદાથી, મારા વડે તું કહેવાયો છે. તારે નિજ અવસ્થાની સદેશ કુશલ જન્નતારી પોતાની ગણધરપદની અવસ્થાતુલ્ય કુશલ જ કાર્ય, નિત્ય પણ કરવું જોઈએ. અન્ય નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
પૂર્વમાં વર્ણન કર્યું તેવા ગુણોવાળો તું ભાવવૈદ્ય છે. માટે તું પુણ્યશાળી છે; કેમ કે શાસ્ત્રાધ્યયન કરીને તું ઘણા જીવોને યોગમાર્ગમાં પ્રવર્તાવવાની શક્તિવાળો થયો છે, તેથી તું સ્વયં જ ઉચિત પ્રવૃત્તિ કરનાર હોવાથી તેને અનુશાસ્તિ આપવાની જરૂર નથી; તોપણ અનુશાસ્તિના સાધનભૂત એવી શાસ્ત્રની મર્યાદાથી મારા વડે તને આ અનુશાસ્તિ અપાઈ છે.
આ પ્રમાણે કહીને મૂલ ગુરુ આ નવા ગણધર ગુરુની ઉપબૃહણા કરે છે, અને અંતે સારરૂપે મૂલ ગુરુ કહે છે કે તારે તારા ગણધરપદની મર્યાદાને અનુરૂપ કુશલ જ કાર્ય હંમેશાં પણ કરવું જોઈએ.
આનાથી એ ફલિત થાય કે ગણધરપદ સ્વીકારીને ગણધરે, ગચ્છના સર્વ સાધુઓ સંસારથી શીધ્ર પાર પામે તે પ્રકારનું કુશળ કાર્ય સદા કરવું જોઈએ, ક્યારેક કરવું જોઈએ એમ નહીં.
ગુરુની આવા પ્રકારની અનુશાસ્તિનું શ્રવણ કરીને ગચ્છના યોગ્ય જીવો પોતાના ઉચિત કૃત્યમાં સદા ઉત્સાહિત રહે છે અને આ નવા ગણધર પણ ગુરુના વચનનું સ્મરણ કરીને સદા અપ્રમત્ત થઈને ગચ્છના સર્વ જીવોને સંસારના દુઃખોથી છોડાવે છે. આ પ્રકારના શુભ આશયથી મૂલ ગુરુએ ગણધરને હિતશિક્ષા આપેલ છે. ૧૩૫૪ો. અવતરણિકા :
गच्छानुशास्तिमाह - અવતરણિકાર્ય :
ગચ્છની અનુશાસ્તિને કહે છે – ભાવાર્થ :
ગાથા ૧૩૪૭માં કહેલ કે ત્યારપછી મૂલ ગુરુ પણ ગણધર અને ગચ્છ એ બંનેને પણ અનુશાસ્તિ આપે છે. તેથી ગાથા ૧૩૪૮થી ૧૩૫૪માં ગ્રંથકારે ગણધરની અનુશાસ્તિનું સ્વરૂપ બતાવ્યું, હવે ગાથા ૧૩૫૯ સુધી ગચ્છની અનુશાસ્તિનું સ્વરૂપ બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org