SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘ગણાનુજ્ઞા’ દ્વાર | ગાથા ૧૩૪૧-૧૩૪૨-૧૩૪૩ આનાથી એ પ્રાપ્ત થાય કે ગુરુ પણ ગુણવાન એવા પૂર્વના ક્ષમાપ્રધાન મહામુનિઓને પરતંત્ર થઈને શિષ્યને ગણધર પદવી આપે છે. વળી ગુરુએ બોલેલું આ વચન તો જ પ્રમાણભૂત કહેવાય કે ગુરુ જે શિષ્યને ગણની અનુજ્ઞા આપે છે, તે શિષ્ય પૂર્વના ક્ષમાશ્રમણોને સંમત હોય; અને ગણની અનુજ્ઞા અપાતો તે શિષ્ય પૂર્વના ક્ષમાશ્રમણોને સંમત તો જ સંભવે કે તે શિષ્યમાં ગણધરપદને યોગ્ય સર્વ ગુણો હોય; અને તેવા જ શિષ્યને ગુરુ પૂર્વના ક્ષમાશ્રમણોને પરતંત્ર થઈને ગણની અનુજ્ઞા આપવા દ્વારા ગણધરપદ પર સ્થાપન કરે છે, પરંતુ શિષ્ય પ્રત્યેના રાગથી કે અન્ય કોઈ આશયથી શિષ્યને ગણધરપદ પર સ્થાપન કરતા નથી. ૧૩૪૧॥ ૩૧૦ ગાથા: અન્વયાર્થ: સંવિસદ વિધ ભળામો-“આદેશ આપો, કંઈક કહું છું.” ગુરૂ મળ=ગુરુ કહે છે : વંવિત્તુ પવેઅહીં-‘વંદીને પ્રવેદન કર.” વંવિત્તુ-(શિષ્ય ગુરુને) વંદીને વેઞયડું-પ્રવેદન કરે છે. તત્ત્વ વળી ત્યાં=શિષ્યના પ્રવેદનમાં, વિદ્દિા=વિધિથી ગુરૂ મળગુરુ કહે છે. ગાથાર્થ संदिसह किं भणामो वंदित्तु पवेअहा गुरू भाइ । दत्तु पवेई भइ गुरू तत्थ विहिणा उ ॥१३४२॥ “આદેશ આપો, કંઈક કહું છું.” ગુરુ કહે છે : “વંદન કરીને પ્રવેદન કર.” શિષ્ય ગુરુને વંદન કરીને પ્રવેદન કરે છે. વળી શિષ્યના પ્રવેદનમાં વિધિથી ગુરુ કહે છે. ટીકા ' सन्दिशत किं भणामि', अत्र प्रस्तावे ' वन्दित्वा प्रवेदय एवं गुरुर्भणति, वन्दित्वा प्रवेदयति शिष्यो, भति गुरुस्त विधिना तु वक्ष्यमाणमिति गाथार्थः ॥१३४२ ॥ ટીકાર્ય “આદેશ આપો, હું કંઈક કહું છું” એમ શિષ્ય કહે છે. આ પ્રસ્તાવમાં “વંદન કરીને પ્રવેદન કર” એ પ્રમાણે ગુરુ કહે છે. શિષ્ય વંદન કરીને પ્રવેદન કરે છે. વળી ત્યાં=શિષ્યના પ્રવેદનમાં, ગુરુ વિધિથી વક્ષ્યમાણને=આગળની ગાથામાં કહેવાશે એ કથનને, કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૩૪૨॥ ગાથા: Jain Education International वंदित्तु तओ तुब्भं पवेइअं संदिसह साहूणं । पवेमि भइ सीसो गुरुराह पवेअय तओ उ ॥ १३४३॥ અન્વયાર્થઃ તઓ-ત્યારપછી (ગુરુને) વંત્તિ-વંદીને (શિષ્ય કહે છે.) તુમં પવેf=‘તમને પ્રવેદન કરાયું, સંવિસ.-આદેશ આપો, સાકૂળ પવેમિ-સાધુઓને હું પ્રવેદન કરું” (આ પ્રમાણે) સૌસો મળરૂ-શિષ્ય કહે For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy