SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ સંકલના પ્રાપ્ત થયેલી ગણધર પદવીને જિનવચનાનુસાર આરાધવાની શક્તિનો સંચય થાય છે, જેના કારણે તે નવા ગણધર શિષ્યોને ઉચિત રીતે ભગવાનના માર્ગમાં દઢ પ્રવર્તાવે છે, અને ગચ્છને અપાતી અનુશાસ્તિથી ગચ્છના સુવિહિત સાધુઓમાં પણ ગુણવાન એવા નવા ગણધરને પરતંત્ર થવાનું દઢ સત્ત્વ પ્રગટ થાય છે. આ અનુશાસ્તિ દ્વારા તે નવા ગણધર અને તેની નિશ્રામાં રહેલો ગચ્છ યોગમાર્ગમાં સુખપૂર્વક પ્રવર્તીને સંસારનો શીધ્ર અંત કરે છે. આ પ્રકારનો માર્ગાનુસારી બોધ ગણધરને અને ગચ્છને અપાતી અનુશાસ્તિથી પ્રાપ્ત થાય છે. ત્યારપછી ગચ્છમાં રહેવાથી જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ કઈ રીતે થાય છે, તે બતાવેલ છે. તેથી ફલિત થાય કે જે ગચ્છમાં રહેવાથી રત્નત્રયીની વૃદ્ધિ થતી ન હોય તે ગચ્છમાં વસવું એ પરમાર્થથી ગચ્છવાસ નથી. ત્યારપછી નવાં પ્રવર્તિનીની અનુશાસ્તિનું સ્વરૂપ બતાવેલ છે, ત્યારબાદ સ્વલબ્ધિક સાધુની અનુશાસ્તિનું સ્વરૂપ બતાવેલ છે, અને ત્યારપછી દર્શાવેલ છે કે ગણની અનુજ્ઞા ગુરુ પાસેથી મેળવ્યા પછી ગણધર શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગચ્છનું પાલન કરે છે, અને અન્ય યોગ્ય શિષ્યોને પ્રયત્નપૂર્વક પોતાના જેવા ગણધરપદને યોગ્ય ગુણોવાળા બનાવે છે, જેથી ભવિષ્યમાં ગણધરપદને યોગ્ય બનેલા શિષ્યને પોતાનું ગણધર પદ સોંપી શકાય. છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત ગ્રંથના લખાણમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ જાણતાં કે અજાણતાં કંઈપણ લખાણ થયું હોય તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ માંગું છું. – પ્રવીણચંદ્ર ખીમજી મોતા ચૈત્ર વદ-૩, વિ.સં. ૨૦૬૬ તા. ૧-૪-૨૦૧૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy