________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૫
ગાથાર્થ :
આજ્ઞા ગ્રાહ્ય અર્થ આજ્ઞાથી જ અને દષ્ટાંતગ્રાહ્ય અર્થ દાંતથી કહેવો જોઈએ, આ કથનની વિધિ છે. આ રીતે કહેવામાં ન આવે તો કથનની વિરાધના થાય છે.
ટીકાઃ
आज्ञाग्राह्योऽर्थः आगमग्राह्यः आज्ञयैवाऽसौ कथयितव्यः आगमेनैवेत्यर्थः दार्टान्तिको दृष्टान्ताद= दृष्टान्तेन, कथनविधिरेष सूत्रार्थे, विराधनेतरथा कथनस्येति गाथार्थः ॥९९५॥ ટીકાર્થ:
આજ્ઞાથી ગ્રાહ્ય આગમથી ગ્રાહ્ય, એવો આ અર્થ આજ્ઞાથી જ=આગમથી જ, દાન્તિક=દષ્ટાંતથી ગ્રાહ્ય એવો અર્થ, દૃષ્ટાંતથી દષ્ટાંત વડે, કહેવો જોઈએ. આ સૂત્રના અર્થવિષયક કથનની વિધિ છે. ઈતરથા=આજ્ઞા ગ્રાહ્ય કે દષ્ટાંતગ્રાહ્ય અર્થ અન્ય રીતે કહે તો, કથનની=સૂત્રના અર્થવિષયક કહેવાની, વિરાધના થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
ભગવાનની આજ્ઞાથી સ્વીકારવા યોગ્ય પદાર્થોને આજ્ઞાથી જ કહેવા જોઈએ. જેમ કે ૧૪ રાજલોક છે, દીપ-સમુદ્રો અસંખ્ય છે, સ્વર્ગ અને નરક છે, ઇત્યાદિ શાસ્ત્રમાં બતાવેલાં વચનો ભગવાનની આજ્ઞાથી જ નક્કી થાય છે. તે વચનો સ્વીકારવામાં કોઈ યુક્તિઓ નથી; છતાં તેમાં યુક્તિઓ બતાવવાનો પ્રયાસ કરવામાં આવે તો આગમની આશાતના થાય.
વળી, દષ્ટાંતથી સ્વીકારવા યોગ્ય પદાર્થોને દષ્ટાંતથી કહેવા જોઈએ. જેમ કે સુવર્ણ સાથે માટીનો સંબંધ અનાદિથી હોવા છતાં શોધનની પ્રક્રિયા દ્વારા સુવર્ણનો માટીથી વિયોગ થાય છે, તેવી રીતે જીવ સાથે કર્મનો સંબંધ અનાદિનો હોવા છતાં સાધના દ્વારા જીવનો કર્મથી વિયોગ થઈ શકે છે. માટે જીવની કર્મથી મુક્તિ સંગત છે.
વળી, “દાન્તિક પદાર્થોને દૃષ્ટાંતથી કહેવા જોઈએ,” એ કથનના ઉપલક્ષણથી “યુક્તિગમ્ય પદાર્થોને યુક્તિથી કહેવા જોઈએ” એ કથનનું પણ ગ્રહણ કરવાનું છે. જેમ કે “શરીરવ્યાપી આત્મા છે,” ઈત્યાદિ વચનો શાસ્ત્રમાં બતાવેલ છે એટલા માત્રથી જ માની લેવાનાં નથી, પરંતુ આત્માને માત્ર શરીરવ્યાપી જ માનવામાં યુક્તિઓ આપવી જોઈએ, કે આત્માને શરીરવ્યાપી નહીં માનતાં સર્વવ્યાપી માનીએ તો આત્મામાં સ્થાનાંતરપ્રાપ્તિરૂપ ક્રિયા ઘટે નહીં, અને આત્માને સક્રિય ન માનીએ તો તેને કર્મનો બંધ ઘટે નહીં, અને જો આત્માને કર્મનો બંધ ન સ્વીકારીએ તો સંસારમાં પ્રત્યક્ષ દેખાતી જન્મ-મરણાદિની વ્યવસ્થા સંગત થાય નહીં. માટે આત્મા સર્વવ્યાપી નથી પણ દેહવ્યાપી છે, એમ માનવું ઉચિત છે. આ રીતે અન્ય પણ સર્વ દૃષ્ટાંતગ્રાહ્ય પદાર્થો દષ્ટાંત આપવા દ્વારા, અને યુતિગ્રાહ્ય પદાર્થો યુક્તિ આપવા દ્વારા વ્યાખ્યાન કરવા જોઈએ.
વળી, ઉપરમાં બતાવ્યું એ રીતે સૂત્રોના અર્થોની પ્રરૂપણા કરનારા આચાર્ય સિદ્ધાંતની આરાધના કરે છે, અને તેનાથી વિપરીત રીતે પ્રરૂપણા કરનારા આચાર્ય સિદ્ધાંતની વિરાધના કરે છે. આપણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org