________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૯૯૨-૯૯૩ આમ, કોઈપણ શ્રુતનું વ્યાખ્યાન કરતી વખતે શિષ્યોની બુદ્ધિ ઉન્માર્ગગામી ન થાય પણ માર્ગાનુસારી બને, તે માટે ગુરુ, આગમગ્રાહ્ય પદાર્થોમાં યુક્તિઓ જોડીને વ્યર્થ ક્લેશ પ્રાપ્ત ન કરે, અને યુક્તિગ્રાહ્ય પદાર્થોમાં માત્ર આગમનાં જ વચન ન કહે. ૯૯૨
અવતરણિકા :
किमित्येतदेवमित्याह -
અવતરણિતાર્થ :
કયા કારણથી આ આમ છે? અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે આગમિક વસ્તુનું આગમથી અને યુક્તિગમ્ય વસ્તુનું યુક્તિથી વ્યાખ્યાન કરવું જોઈએ, એ વાત એ પ્રમાણે કેમ છે? આગમિક વસ્તુનું યુક્તિથી અને યુક્તિગમ્ય વસ્તુનું આગમથી વ્યાખ્યાન કેમ ન કરાય? એથી કરીને કહે છે – ગાથા :
जम्हा उ दोण्ह वि इहं भणि पन्नवगकहणभावाणं ।
लक्खणमणघमईहिं पुव्वायरिएहिं आगमओ ॥९९३॥ અન્વચાર્યું :
નડ્ડાં સુકવળી જે કારણથી રૂાં અહીં=જિનશાસનમાં, હોદ્દ વિ પન્નવદમાવાઈi=બંને પણ પ્રજ્ઞાપકના કથનના ભાવોનું નgui=લક્ષણ અપાયમદિંપુત્રીરિહિં અનઘ મતિવાળા=નિર્મળ બુદ્ધિવાળા, પૂર્વાચાર્યો વડે સામો મળશંકઆગમથી કહેવાયું છે. (તે કારણથી આ આમ છે, એ પ્રમાણે અવતરણિકા સાથે સંબંધ છે.)
ગાથાર્થ :
વળી જે કારણથી જિનશાસનમાં બંને પણ પ્રજ્ઞાપકના કથનના ભાવોનું સ્વરૂપ નિર્મળ બુદ્ધિવાળા પૂર્વાચાર્યો વડે આગમથી કહેવાયું છે, તે કારણથી આગમિક વસ્તુનું આગમથી અને યુક્તિગ્રાહ્ય વસ્તુનું યુક્તિથી વ્યાખ્યાન કરવું જોઈએ. ટીકા : __ यस्मात् द्वयोरपि अत्र-प्रवचने भणितं प्रज्ञापककथनभावयो:=पदार्थयोरित्यर्थः लक्षणं-स्वरूपं, कैरित्याह-अनघमतिभिः अवदातबुद्धिभिः पूर्वाचायः, कुत इत्याह-आगमात्, न तु स्वमनीषिकयैवेति માથાર્થઃ ૨૬૩ ટીકાર્ય
જે કારણથી અહીં=પ્રવચનમાં, બને પણ પ્રજ્ઞાપકના કથનના ભાવોનું પદાર્થોનું, લક્ષણ=સ્વરૂપ, કહેવાયું છે, કોના વડે કહેવાયું છે? એથી કહે છે – અનઘ મતિવાળા=અવદાત બુદ્ધિવાળા, પૂર્વાચાર્યો વડે કહેવાયું છે. શેનાથી કહેવાયું છે ? એથી કહે છે – આગમથીકશાસ્ત્રના વચનથી, કહેવાયું છે, પરંતુ સ્વમનીષિકાથી જ નહીં=પૂર્વાચાર્યો વડે પોતાની મતિથી જ કહેવાયું નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org