________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૯૬૨-૯૬૩
અવતરણિકા :
ગાથા ૯૬૦ના ઉત્તરાર્ધમાં કહ્યું કે સંસિહ િ મળ્યામો ઇત્યાદિ વચનો દીક્ષાપ્રદાનની વિધિની જેમ આચાર્યપદવીપ્રદાનની વિધિમાં છે, છતાં જ્યારે શિષ્ય ગુરુ પાસે અનુશાસન માંગે છે ત્યારે, દીક્ષા આપતી વખતે ગુરુ “નિસ્તારક-પારગ થા અને ગુરુ ગુણો વડે વધ,” એવી અનુશાસ્તિ આપે છે, જ્યારે અનુયોગની અનુજ્ઞા આપતી વખતે ગુરુ પૂર્વગાથામાં બતાવી એવી અનુશાસ્તિ આપે છે. ત્યારપછીની વિધિ દીક્ષાપ્રદાનની વિધિ કરતાં જુદી છે, તે વિધિ બતાવવા માટે ગ્રંથકાર પ્રસ્તુત ગાથાથી આરંભ કરે છે –
ગાથા :
तिपयक्खिणीकए तो उवृविसइ गुरू कए अ उस्सग्गे । सणिसेज्जे तिपयक्खिण वंदण सीसस्स वावारो ॥ ९६२॥
અન્વયાર્થઃ
તો-ત્યારપછી તિપવિશ્વળી-ત્રણ પ્રદક્ષિણા કરાયે છતે ગુરૂ-ગુરુ વિસ=બેસે છે, સ્પો ગ =અને ઉત્સર્ગ કરાયે છતે=કાયોત્સર્ગ કરાયે છતે, મેન્ગે-સનિષઘ હોતે છતે=આસન સહિત ગુરુ હોતે છતે, તિપવિશ્વ=ત્રણ પ્રદક્ષિણા, વંતળ=(અને) વંદન, સીસફ્સ વાવારો-શિષ્યનો વ્યાપાર છે.
ગાથાર્થઃ
આચાર્ય શિષ્યને અનુશાસ્તિ આપે, ત્યારપછી શિષ્ય વડે ત્રણ પ્રદક્ષિણા કરાયે છતે ગુરુ બેસે છે, અને ગુરુ વડે કાર્યોત્સર્ગ કરાયે છતે, આસન સહિત ગુરુ હોતે છતે, ત્રણ પ્રદક્ષિણા કરવી અને વંદન કરવું, એ શિષ્યનો વ્યાપાર છે.
ટીકા
त्रिप्रदक्षिणीकृते सति शिष्येण तत उपविशति गुरुः, अत्रान्तरेऽनुज्ञाकायोत्सर्गः, कृते च कायोत्सर्गे तदनु सनिषद्ये गुरौ त्रिप्रदक्षिणं, वन्दनं भावसारं, शिष्यस्य व्यापारोऽयमिति गाथार्थः ॥९६२॥
ટીકાર્ય
ગાથા :
ત્યારપછી શિષ્ય વડે ત્રણ પ્રદક્ષિણા કરાયે છતે=અક્ષરૂપ સ્થાપનાચાર્યની ત્રણ પ્રદક્ષિણા કરાયે છતે, ગુરુ બેસે છે, એ વખતે અનુજ્ઞાનો કાયોત્સર્ગ=ગુરુ અનુયોગની અનુજ્ઞાના પ્રદાનનો કાયોત્સર્ગ કરે છે. અને ગુરુ વડે કાયોત્સર્ગ કરાયે છતે ત્યારબાદ નિષદ્યાવાળા ગુરુ હોતે છતે=ગુરુ આસનમાં બેઠેલા હોતે છતે, ત્રણ પ્રદક્ષિણા=ગુરુને ત્રણ પ્રદક્ષિણા આપવી, ભાવસાર વંદન=અત્યંત ભાવપૂર્વક વંદન કરવું, એ શિષ્યનો વ્યાપાર છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
૯૬૨
Jain Education International
33
उवविस गुरुसमीवे सो साहइ तस्स तिन्निवाराओ । आयरियपरंपरएण आगए तत्थ मंतपए ॥ ९६३॥
For Personal & Private Use Only
www.jainelibrary.org