________________
અનુયોગગણાનજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' હાર / ગાથા ૧૧૧૦
૨કo
આગમના વચનનો અભ્યાસ કરે, તે આગમવચનથી યોગમાર્ગનો સૂક્ષ્મ બોધ કરે, અને તે આગમવચન અનુસારે યોગમાર્ગમાં ઉચિત પ્રવૃત્તિ કરે, તો અવશ્ય ઉત્તરોત્તર યોગમાર્ગની પ્રાપ્તિ કરીને પૂર્ણ યોગમાર્ગનો આરાધક બને છે, અને પૂર્ણ યોગમાર્ગનું આરાધન કરીને યોગમાર્ગના આરાધનના ફળરૂપે પૂર્ણ સુખમય એવા મોક્ષને પ્રાપ્ત કરે છે. I/૧૧૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org