________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૧૦૦
૨૧
ગાથા :
तम्हा बद्धस्स तओ बंधो वि अणाइमं पवाहेण ।
इहरा तयभावम्मी पुव्वं चिअ मोक्खसंसिद्धी ॥११०७॥ અન્વયાર્થ :
તË તે કારણથી ઉદ્ધક્ષકબદ્ધનો-કર્મથી બંધાયેલા જીવનો જ, તો આ થાય છે=મોક્ષ થાય છે, વંથો વિનબંધ પણ પવા=પ્રવાહથી મUફિH-અનાદિમાન છે, રૂદર =ઈતરથા=બંધને પ્રવાહથી અનાદિમાન ન સ્વીકારીએ તો, તમાવપ્પી તેના અભાવમાં=બંધના અભાવમાં, પુર્વારિ-જ નો+સિદ્ધી મોક્ષની સંસિદ્ધિ થાય.
ગાથાર્થ :
તે કારણથી કર્મથી બંધાયેલા જીવનો જ મોક્ષ થાય છે, બંધ પણ પ્રવાહથી અનાદિમાન છે; જો. બંધને પ્રવાહથી અનાદિમાન ન સ્વીકારીએ તો બંધના અભાવમાં પહેલેથી જ મોક્ષની સિદ્ધિ થાય.
ટીકા : ___ तस्माद्बद्धस्यैव असौ-मोक्षः, बन्धोऽप्यनादिमान् प्रवाहेण सन्तत्या, इतरथा एवमनङ्गीकरणेन तदभावे-बन्धाभावे सति पूर्वमेव आदावेव मोक्षसंसिद्धिः, तद्रूपत्वात्तस्येति गाथार्थः ॥११०७॥ * “વંધો વિ'માં ‘'થી એ કહેવું છે કે મોક્ષ તો કર્મથી બદ્ધ જીવનો જ થાય છે, પરંતુ કર્મનો બંધ પણ પ્રવાહથી અનાદિમાન છે. ટીકાર્ય :
તે કારણથી આ=મોક્ષ, બદ્ધનો જ=કર્મથી બંધાયેલા જીવનો જ, થાય છે. બંધ પણ પ્રવાહથી સંતતિથી= પરંપરાથી, અનાદિમાન છે. ઇતરથા=આ પ્રકારે અનંગીકરણથી=બંધ પ્રવાહથી અનાદિમાન છે એ પ્રકારે નહીં સ્વીકારવાથી, તેનો અભાવ હોતે છતે=બંધનો અભાવ હોતે છતે બંધનો પ્રારંભ થયો તે પૂર્વે બંધનો અભાવ હોતે છતે, પૂર્વે જ=આદિમાં જ=કર્મનો બંધ થાય તેની પહેલાં જ, મોક્ષની સંસિદ્ધિ થાય; કેમ કે તેનું તરૂપપણું છે=મોક્ષનું બંધના અભાવરૂપપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે જીવ અને શરીરનો એકાંતે ભેદ કે એકાંતે અભેદ સ્વીકારીએ તો મોક્ષ પણ સંગત થાય નહીં, અને જીવની કર્મરહિત અવસ્થારૂપ મોક્ષ સ્વીકારીએ તોપણ, હેતુઓ વડે મોક્ષ થાય છે અને મોક્ષ પુરુષાર્થ છે એ બંને વાત સંગત થાય નહીં તેથી, બદ્ધ આત્માનો જ મોક્ષ થાય છે, એમ માનવું ઉચિત છે.
વળી આ બંધ પણ પ્રવાહથી અનાદિવાળો છે. જો બંધને પ્રવાહથી અનાદિવાળો ન સ્વીકારીએ અને એમ સ્વીકારીએ કે જીવ પ્રયત્નથી કર્મ બાંધે છે, તેથી કર્મનો બંધ આદિવાળો છે, તો એમ સ્વીકારવું પડે કે કર્મના બંધનો પ્રારંભ થયો તે પહેલાં જીવ કર્મબંધ વગરનો હતો, અને ત્યારે જીવ કર્મબંધ વગરનો હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org